<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ થતા સુપ્રીમના સિનિયર એડવોકેટ આદિશ અગ્રવાલ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા

પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પૂર્વસૂચના કે વાજબી કારણ આપ્યા વગર એકાઉન્ટ બંધ કરવું એ ગ્રાહકના અધિકારોનું હનન છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આદિશ અગ્રવાલે તેમનું વોટ્સએપ એકાઉન્ટ કંપની દ્વારા બંધ કરી દેવાતા દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આદિશ અગ્રવાલે મેસેજિંગ એપ વોટ્સએપ સામે કાનૂની લડત શરૂ કરી છે. વોટ્સએપ દ્વારા તેમનું એકાઉન્ટ એકાએક સસ્પેન્ડ કરી દેવામાં આવતા તેમણે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. 
અગ્રવાલે કોર્ટમાં રજૂઆત કરી છે કે પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પૂર્વસૂચના કે વાજબી કારણ આપ્યા વગર એકાઉન્ટ બંધ કરવું એ ગ્રાહકના અધિકારોનું હનન છે અને તે તાત્કાલિક પુનઃસ્થાપિત થવું જોઈએ.


 

(7:18 PM IST)