<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રામ મંદિરની ધર્મધ્વજા ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતિક છે: રામરાજ્યના ગૌરવ અને સદીઓના સંઘર્ષનું પરિણામ

ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ઓમ અને કોવિદારા વૃક્ષ રામરાજ્યના ગૌરવને પ્રતિબિંબિત કરે છે: અયોધ્યામાં વડાપ્રધાન મોદી

અયોધ્યા: રામ મંદિરે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધર્મધ્વજાને રામરાજ્યના ગૌરવ અને સદીઓના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું હતું.
અયોધ્યામાં રામ મંદિરના દર્શનાર્થે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર પર લહેરાતી ધર્મધ્વજા વિશે અત્યંત ભાવુક સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આ માત્ર એક ધ્વજ નથી, પરંતુ ભારતીય સભ્યતાના પુનરુત્થાનનું જીવંત પ્રતિક છે." તેમણે ઉમેર્યું કે ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ઓમ અને કોવિદારા વૃક્ષ રામરાજ્યના ગૌરવને પ્રતિબિંબિત કરે છે. આ ધ્વજા હજારો વર્ષો સુધી સત્ય, સમાનતા, શાંતિ અને સુખના મૂલ્યોની સાક્ષી પૂરશે.
વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે રામરાજ્ય એટલે એવો સમાજ જ્યાં કોઈ ભેદભાવ ન હોય, કોઈ દુઃખી ન હોય અને કોઈ ગરીબ કે લાચાર ન હોય.

(7:22 PM IST)