<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ચીનની ફરી વિવાદી કાગારોળ: અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હોવાનો ઇન્કાર કર્યો: 'ઝંગનાન' કહીને અરુણાચલને પોતાનો પ્રદેશ ગણાવ્યો

નફ્ફટાઈથી કહ્યું કે ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે ! ભારતની સ્પષ્ટ વાત, રુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ

બીજિંગ: ચીનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર તકરાર પેદા કરતા કહ્યું છે કે તેઓ અરુણાચલ પ્રદેશને માન્યતા આપતા નથી અને તે ચીનનો જ વિસ્તાર છે.
સરહદ પર શાંતિના પ્રયાસો વચ્ચે ચીને ફરી એકવાર ભારતની પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે "ચીન ક્યારેય તથાકથિત 'અરુણાચલ પ્રદેશ' ને માન્યતા આપતું નથી, જેને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે." ચીને ફરી દાવો કર્યો છે કે આ વિસ્તાર 'ઝંગનાન' છે અને તે ચીનનો અભિન્ન હિસ્સો છે. ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે, તેમ છતાં ચીન પોતાની વિસ્તારવાદી નીતિ છોડવા તૈયાર નથી.

(7:22 PM IST)