<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વૈશ્વિક કૂટનીતિમાં નવો વળાંક: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલ ૨૦૨૬માં ચીનની મુલાકાત લેશે

શી જિનપિંગને પણ અમેરિકા આવવાનું આમંત્રણ: જિનપિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી

વોશિંગ્ટન: લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ચીનના સંબંધોમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો પર સહમતિ સધાઈ છે. 

 

જે મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલ ૨૦૨૬માં ચીનની રાજધાની બેઈજિંગની મુલાકાત લેશે. આ ઉપરાંત, ટ્રમ્પે શી જિનપિંગને પણ આવતા વર્ષના અંતમાં અમેરિકાની સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ પાઠવ્યું છે. 

 

વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચેનો આ સંવાદ વેપાર યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ ઘટાડવામાં મહત્વનો સાબિત થઈ શકે છે.

(8:07 PM IST)