હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th November 2025
નવી દિલ્હીમાં ૨૭ જાન્યુઆરીએ ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલન યોજાશે
ગ્રીન એનર્જી, ટેકનોલોજી અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા થશે: યુરોપના ટોચના નેતાઓ આ સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યૂહાત્મક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આગામી ૨૭ જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમિટમાં મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) અંગેની ચાલી રહેલી વાટાઘાટોને વેગ મળવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી, ટેકનોલોજી અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે ગહન ચર્ચા થશે. યુરોપના ટોચના નેતાઓ આ સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
