<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ગિફ્ટ સિટીમાં ઈન્ડિગો એરલાઈન્સનું ૭,૨૯૪ કરોડનું રોકાણ: ૩,૦૦૦ વિમાનો લીઝ પર લેવાશે

દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોએ ગુજરાતના ગિફ્ટ સિટીમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી

નવીદિલ્હી: દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોએ ગુજરાતના ગિફ્ટ સિટીમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. વિમાન ખરીદી અને લીઝિંગ માટે કંપની અંદાજે ૭,૨૯૪ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 

 

આ ભંડોળનો ઉપયોગ એરક્રાફ્ટ એક્વિઝિશન માટે કરવામાં આવશે. યોજના મુજબ, ઈન્ડિગો લગભગ ૩,૦૦૦ જેટલા એવિએશન એસેટ્સ (વિમાનો અને સાધનો) ગિફ્ટ સિટીના માધ્યમથી લીઝ પર લેશે. આનાથી ગિફ્ટ સિટીને એરક્રાફ્ટ લીઝિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં મોટી મદદ મળશે.

(8:17 PM IST)