હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th November 2025
પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં ભારે ગોટાળા: ૬.૫ લાખ મૃતકો સહિત ૧૦ લાખ નામ રદ કરાશે
"એસઆઈઆર" દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી: રાજ્યમાં મતદાર યાદીમાં રહેલી મોટી ક્ષતિઓ અને બોગસ વોટિંગની શક્યતાઓ ઉજાગર થઈ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (એસઆઈઆર) દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યની મતદાર યાદીમાંથી અંદાજે ૧૦ લાખ નામો રદ કરવા માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં ૬.૫ લાખ જેટલા મૃતકોના નામનો સમાવેશ થાય છે.
આ આંકડાઓ રાજ્યમાં મતદાર યાદીમાં રહેલી મોટી ક્ષતિઓ અને બોગસ વોટિંગની શક્યતાઓને ઉજાગર કરે છે. ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લાખો એવા નામો મળ્યા છે જે કાં તો મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ગયા છે છતાં યાદીમાં ચાલુ હતા. આ સફાઈ અભિયાન આગામી ચૂંટણીઓની પારદર્શિતા માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે અગાઉ ઘણી વખત રજૂઆતો કરી હતી.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
