હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th November 2025
ભારતીય સેમિકન્ડક્ટર કંપનીઓના ઉત્પાદનો ખરીદનારાઓ માટે સરકાર પ્રોત્સાહન આપે તે જરૂરી
જ્યાં સુધી ખરીદદારોને ભારતીય કંપનીઓની ચિપ્સ અને ઉત્પાદનો ખરીદવા માટે આર્થિક લાભ કે ઇન્સેન્ટિવ નહીં મળે, ત્યાં સુધી સ્થાનિક કંપનીઓ માટે ઉત્પાદન ક્ષમતા વધારવી મુશ્કેલ બનશે: આઈએસએ ફોટો

નવીદિલ્હી: ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (આઈએસએ) એ કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે ભારતમાં નવી ઉભરી રહેલી સેમિકન્ડક્ટર
કંપનીઓના ઉત્પાદનો ખરીદનારાઓને વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ. સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે આ પગલું અનિવાર્ય છે.
સંસ્થાનું માનવું છે કે જ્યાં સુધી ખરીદદારોને ભારતીય કંપનીઓની ચિપ્સ અને ઉત્પાદનો ખરીદવા માટે આર્થિક લાભ કે ઇન્સેન્ટિવ નહીં મળે, ત્યાં સુધી સ્થાનિક કંપનીઓ માટે ઉત્પાદન ક્ષમતા વધારવી મુશ્કેલ બનશે.
ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ દેશને ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે, ત્યારે આઈએસએનું આ સૂચન 'મેક ઇન ઇન્ડિયા' ને સાચા અર્થમાં સાર્થક
કરવા માટે મહત્વનું છે. તેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને સ્થાનિક ઉદ્યોગો મજબૂત થશે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
