હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th November 2025
ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગની આવક ૨૦૨૮ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા થશે- ક્રિસિલ
આ વૃદ્ધિ પાછળ ડેટા વપરાશમાં વધારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો વ્યાપ મુખ્ય કારણ: ભારતે એશિયાનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનવા દોટ મૂકી:ટીસીએસ, રિલાયન્સ અને અદાણી જેવા મોટા ઉદ્યોગ જૂથોનું આ ક્ષેત્રમાં જંગી રોકાણ: દેશમાં ડિજિટલ ક્રાંતિ અને ૫-જી સેવાઓના વિસ્તરણને કારણે ડેટા સ્ટોરેજની માંગમાં વિસ્ફોટક વધારો નોંધાયો

નવી દિલ્હી: રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલ મુજબ, ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ક્ષેત્રની આવક ૨૦,૦૦૦ કરોડ રૂપિયાને આંબી જશે.
આ વૃદ્ધિ પાછળ ડેટા વપરાશમાં વધારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો વ્યાપ મુખ્ય કારણ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ), રિલાયન્સ અને અદાણી જેવા મોટા ઉદ્યોગ જૂથો આ ક્ષેત્રમાં જંગી રોકાણ કરી રહ્યા છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ અને ૫-જી સેવાઓના વિસ્તરણને કારણે ડેટા સ્ટોરેજની માંગમાં વિસ્ફોટક વધારો થયો છે. આગામી વર્ષોમાં ભારત એશિયાનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનવા જઈ રહ્યું છે, જે અર્થતંત્રને નવી ગતિ આપશે
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
