<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ફુગાવો રેકોર્ડ સ્તરે ઘટતા વ્યાજદરમાં હજુ વધુ ઘટાડાની શક્યતા: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનો નિર્દેશ

સામાન્ય જનતાને લોનના હપ્તામાં વધુ રાહત મળવાની આશા બંધાઈ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યો છે કે ફુગાવો રેકોર્ડ નીચલા સ્તરે હોવાથી વ્યાજદરમાં હજુ વધુ ઘટાડો
કરવા માટે અવકાશ છે. ૨૦૨૫ ના પ્રારંભમાં જ કુલ ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ ચૂક્યો છે.
ગવર્નરે જણાવ્યું હતું કે આગામી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની બેઠકમાં વધુ એક રેટ કટ ટેબલ પર છે. જોકે, ભારતીય રૂપિયો ડોલર સામે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે, પરંતુ તે હજુ પણ તેના લાંબા ગાળાના ટ્રેન્ડની મર્યાદામાં છે, તેથી ચિંતાનું કોઈ મોટું કારણ નથી.
નીચા ફુગાવાને કારણે સામાન્ય જનતાને લોનના હપ્તામાં વધુ રાહત મળવાની આશા બંધાઈ છે અને અર્થતંત્રમાં પણ તરલતા વધશે.

 

(12:26 AM IST)