<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગતિમાં: ૮ સ્ટેશનોના વિકાસ માટે 'હાઈ સ્પીડ રેલ સ્ટેશન ઓથોરિટી'ની રચના

ટાઉન પ્લાનિંગ, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી સુધારવાનું કામ કરશે: મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ મળશે

અમદાવાદ: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હવે માત્ર રેલવે લાઈન પૂરતો સીમિત નહીં રહે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં આવતા ૮ રેલવે સ્ટેશનોની આસપાસના વિસ્તારનો સુગ્રથિત વિકાસ કરવા માટે 'ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટી'ની સ્થાપના કરી છે. 
આ સત્તામંડળ, આ ૮ રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી સુધારવાનું કામ કરશે, જેથી મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ મળી રહે.

(9:19 PM IST)