<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર નવી ઊંચાઈએ: ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે

ચાલુ વર્ષે જીડીપી ૪ ટ્રિલિયન ડોલરને પાર કરશે: મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને મંગળવારે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર (જીડીપી) ૪ ટ્રિલિયન ડોલરના સીમાચિહ્નને પાર કરી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે પણ ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહ્યો છે, જે દેશની આર્થિક નીતિઓની સફળતા દર્શાવે છે.


 

(9:22 PM IST)