<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

'સિંગાપોરમાં જુબિન ગર્ગની હત્યા થઈ હતી!': આસામના CM હિમંતા બિસ્વા સરમાએ કર્યો સનસનીખેજ ખુલાસો, રાજ્યભરમાં મોટો વિવાદ!

શરૂઆતમાં 'સામાન્ય અકસ્માત' અને 'પાણીમાં ડૂબવાથી મોત' નો અપાયો હતો રિપોર્ટ: આસામ સરકારે હવે સત્તાવાર રીતે હત્યા માનીને તપાસ શરૂ કરી!

નવી દિલ્હી : આસામના પ્રખ્યાત ગાયક જુબિન ગર્ગના સિંગાપોરમાં થયેલા મૃત્યુનો મામલો હવે એક સનસનીખેજ મોડ લઈ રહ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે ગાયક જુબિન ગર્ગની હત્યા કરવામાં આવી હતી, અને "જેમણે આ કર્યું છે, તેઓ કાયદાથી બચી શકશે નહીં."
જુબિન ગર્ગનું મોત સિંગાપોરની એક ટ્રિપ દરમિયાન થયું હતું. શરૂઆતમાં, સિંગાપોર પ્રશાસને તેને એક સામાન્ય અકસ્માત ગણાવ્યો હતો અને સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબવું જણાવ્યું હતું. જોકે, આસામમાં તેમના સમર્થકોએ આ મામલે મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
હવે, મુખ્યમંત્રીના આ સત્તાવાર નિવેદન પછી, આસામ સરકારે આ મામલાને હત્યા માનીને તેની તપાસ શરૂ કરી દીધી છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જુબિન ગર્ગના મૃત્યુનંન રહસ્ય હવે વધારે ગૂંચવાયું છે અને કાયદાકીય કાર્યવાહી ઝડપી બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 

(9:42 PM IST)