હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
46 વર્ષ પછી ટ્રમ્પ ચીન સાથે 'સંધિ' કરીને પૂર્ણ કરી રહ્યા છે જીમી કાર્ટરનું અધૂરું મિશન!: પ્રાદેશિક ભાગીદારોના સમર્થન વિના તાઇવાનનો સંપૂર્ણ ત્યાગ કરવો અમેરિકા માટે લગભગ અશક્ય
તાઈવાનના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ: અમેરિકાનું બદલાતું વલણ વેપાર નિર્ભરતા તરફ, તાઇવાન રિલેશન્સ એક્ટ સુરક્ષાની ગેરંટી આપશે

1 જાન્યુઆરી, 1979ના રોજ તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરે ચીન સાથે ઔપચારિક સંબંધો સ્થાપિત કરીને અને તાઇવાન સાથેના રાજદ્વારી સંબંધોનો અંત લાવીને જે વ્યૂહાત્મક વળાંક લીધો હતો, તેના 46 વર્ષ પછી, ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા ફરી એકવાર ચીન સાથે 'આર્થિક સમાધાન' તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ એ જ 'મિશન'ને પૂર્ણ કરી રહ્યા છે જે કાર્ટરે સોવિયેત પ્રભાવને સંતુલિત કરવાના હેતુથી શરૂ કર્યું હતું.
છેલ્લા ચાર વર્ષોમાં યુએસ-તાઇવાન સંબંધોમાં લશ્કરી સહાય અને ઉચ્ચ સ્તરીય સંપર્કોમાં વધારો કરીને અમેરિકાએ કાર્ટરની નીતિથી વિપરીત નિર્ણાયક વલણ અપનાવ્યું હતું. પરંતુ 2025માં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દક્ષિણ કોરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠક અને વેપાર-કસ્ટમ કરારો પરની સમજૂતીએ સંકેત આપ્યો છે કે બંને દેશો તણાવ ઘટાડીને આર્થિક વૃદ્ધિ તરફ પાછા ફરવા માંગે છે.
ટ્રમ્પનું 2025નું વિઝન: વેપાર અને મુલાકાત: હાલમાં તાઇવાન મુદ્દે ટ્રમ્પ પ્રશાસન મજબૂત વલણ અપનાવવાના મૂડમાં નથી. ટ્રમ્પ ટૂંક સમયમાં ચીનની મુલાકાત લેવાના છે અને શી જિનપિંગ પણ આવતા વર્ષે અમેરિકાની મુલાકાત લેશે. આ તમામ પગલાં તાઇવાન મુદ્દા સાથે મળીને નક્કી કરાયા હોવાથી, ટ્રમ્પની નવી નીતિ મુખ્યત્વે આર્થિક વ્યવહારો, વેપાર નિર્ભરતા અને વ્યક્તિગત રાજદ્વારી પહેલ પર આધારિત હોવાનું જણાય છે.
જ્યાં જીમી કાર્ટરનો ધ્યેય રશિયા સામે વ્યૂહાત્મક સંતુલન સાધવાનો હતો, ત્યાં ટ્રમ્પની વર્તમાન પહેલ આર્થિક લાભો અને શિખર રાજદ્વારી પર વધુ કેન્દ્રિત છે, જે ચીનના સામાજિક અને આર્થિક એકીકરણના કાર્ટરના મૂળ ઉદ્દેશ્ય તરફ કામ કરી રહી છે.
તાઇવાનનું ભવિષ્ય શું હશે?: આ બધામાં સૌથી સંવેદનશીલ પ્રશ્ન એ છે કે તાઇવાનનું ભવિષ્ય શું હશે? 1979 માં ઔપચારિક સંબંધોનો અંત લાવ્યા પછી પણ, અમેરિકા સતત તાઇવાન માટે ઢાલ તરીકે સેવા આપી રહ્યું છે. જોકે, નિષ્ણાતો માને છે કે અમેરિકા સંપૂર્ણપણે તાઇવાનનો ત્યાગ કરી શકે તેમ નથી.
કારણ કે 1979 માં રાજદ્વારી સંબંધો તૂટ્યા પછી, યુ.એસ. કોંગ્રેસે તાઇવાન રિલેશન્સ એક્ટ (TRA) લાગુ કર્યો, જે તાઇવાનના રક્ષણ માટે કાયદેસરની જોગવાઈ છે. આ કાયદો કોઈપણ રાષ્ટ્રપતિને કોંગ્રેસના વ્યાપક સમર્થન વિના તાઇવાનને ત્યાગ કરવાની મંજૂરી આપતો નથી. ટ્રમ્પે પણ જાહેરમાં કહ્યું છે કે તેમને નથી લાગતું કે ચીન તાત્કાલિક તાઇવાન પર આક્રમણ કરશે. જોકે, યુક્રેનની ઘટનાની જેમ દબાણ અને સોદાબાજીની શક્યતાને નકારી શકાય તેમ નથી.
રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ, બંને પક્ષો તાઇવાનની સુરક્ષાને ગંભીરતાથી લેતા હોવાથી, કાયદેસર રીતે અને પ્રાદેશિક ભાગીદારોના સમર્થન વિના તાઇવાનનો સંપૂર્ણ ત્યાગ કરવો અમેરિકા માટે લગભગ અશક્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
