ચીનનું $2.2 ટ્રિલિયનનું સામ્રાજ્ય: 200 દેશોમાં લોનનું વિતરણ; અમેરિકા સૌથી મોટો દેવાદાર હોવાથી ટ્રમ્પ કેમ મૌન છે?
વૈશ્વિક અર્થતંત્ર પર ડ્રેગનનો ભારે પ્રભાવ: ગરીબ નહીં પણ વિકસિત દેશો ચીનના પૈસા પર વધુ નિર્ભર, ભારતે પણ $11.1 બિલિયનની લોન લીધી!

નવી દિલ્હી : ચીન હવે માત્ર ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ તે લોન અને નાણાકીય સહાય આપીને વૈશ્વિક અર્થતંત્રને પ્રભાવિત કરનાર વિશ્વનો સૌથી મોટો સત્તાવાર ધિરાણકર્તા બની ગયો છે. એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, 2000 થી 2023 સુધીમાં, ચીને વિશ્વભરના લગભગ 200 દેશો અને પ્રદેશોને કુલ $2.2 ટ્રિલિયન (અંદાજે 183 લાખ કરોડ રૂપિયા) લોન અને અનુદાનનું વિતરણ કર્યું છે.
એઇડડેટા રિસર્ચ લેબના આ અહેવાલની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વધતા તણાવ અને સ્પર્ધા છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ ચીનનો સૌથી મોટો સત્તાવાર દેવાદાર છે. ચીનના 10 સૌથી મોટા દેવાદારોની યાદીમાં અમેરિકા $202 બિલિયનની લોન સાથે ટોચ પર છે. આ જ કારણ છે કે યુ.એસ. પ્રમુખ ટ્રમ્પ, જેઓ ચીનની આક્રમક ટીકા કરે છે, તેઓ આર્થિક બાબતે મૌન રહેવા મજબૂર બને છે.
વિકસિત દેશો પર વધતી નિર્ભરતા: અહેવાલ દર્શાવે છે કે ચીન માત્ર આર્થિક રીતે નબળા દેશોને જ ધિરાણ આપતું નથી. 2023 સુધીમાં, ચીનની કુલ વિદેશી લોનનો 75 ટકા હિસ્સો સમૃદ્ધ અને વિકસિત દેશો પાસે ગયો છે, જે 2000માં માત્ર 11 ટકા હતો. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગરીબ દેશોની તુલનામાં સમૃદ્ધ વિશ્વ ચીનના નાણાં પર વધુને વધુ નિર્ભર બની રહ્યું છે.
ચીનના 10 સૌથી મોટા દેવાદારો (ટોચના ચાર):
ક્રમ દેશ લોનની રકમ (બિલિયન $)
1 યુનાઇટેડ સ્ટેટ્સ $202
2 રશિયા $172
3 ઓસ્ટ્રેલિયા $130
4 વેનેઝુએલા $106
ભારત પણ આ યાદીથી બાકાત નથી. ભારતને ચીન તરફથી $11.1 બિલિયનની લોન અને અનુદાન પ્રાપ્ત થયા છે.
BRI થી સેમિકન્ડક્ટર સુધી ચીનનું રોકાણ: ચીનનું રોકાણ માત્ર માળખાગત સુવિધાઓ (જેમ કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ - BRI) સુધી મર્યાદિત નથી, જે કુલ વિદેશી દેવાના માત્ર 20 ટકા હિસ્સો ધરાવે છે. ચીનની સરકારી કંપનીઓ અને બેંકો દ્વારા વિશ્વભરમાં ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ઉદ્યોગો, એરપોર્ટ, ડેટા સેન્ટર અને અન્ય હાઇ-ટેક કંપનીઓમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, ચીનનું ભંડોળ ટેસ્લા, એમેઝોન, ડિઝની અને બોઇંગ જેવી 2,500 યુએસ પ્રોજેક્ટ્સમાં રોકાયેલું છે. આ દર્શાવે છે કે ચીન માત્ર રસ્તાઓ અને પુલો પર જ નહીં, પરંતુ ભવિષ્યની ટેકનોલોજી પર પણ પોતાનું નિયંત્રણ મજબૂત કરી રહ્યું છે.
આ આર્થિક વ્યૂહરચના દ્વારા, ચીન વૈશ્વિક રાજકીય ગતિશીલતાને તેના પક્ષમાં આકાર આપી રહ્યં છે. આ જ કારણ છે કે આવનારા સમયમાં વિશ્વ રાજકારણ, ટેકનોલોજી અને વેપારમાં ચીનની ભૂમિકા પહેલા કરતાં વધુ નિર્ણાયક બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
