News of Wednesday, 26th November 2025
ટોલનાકે UPIથી પેમેન્ટ કરો તો દંડમાં ૭૫% રાહત
વાહન ચાલક પાસે ફાસ્ટેગ નહીં હોય તો રોકડમાં બમણી રકમ, UPIથી ફક્ત ૨૫% જ વધુ ચૂકવવી પડશે : ટોલનાકા પર ફાસ્ટેગમાં ૧૦૦ કપાશે તો UPIથી ૧૨૫, રોકડા ચૂકવશે તો ૨૦૦ રૂપિયા ટોલ પેટે વસૂલવાનો નિયમ

નવી દિલ્હી,તા.૨૬: હાઈવે પરના ટોલપ્લાઝા પર હવે UPIથી પેમેન્ટ સ્વીકારવાનો આરંભકરી દેવાયો છે. દક્ષિણ ગુજરાતના તમામ ટોલનાકા ઉપર એક સપ્તાહ પહેલા જ UPI સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. હવે ફાસ્ટંગ નહીં તે કિસ્સામાં UPIથી ફક્ત ૨૫ ટકા જ વધારે ચૂકવવા પડશે. ફાસ્ટંગથી ૧૦૦ રૂપિયા ટોલ થતો હશે અને ફાસ્ટંગ નહીં હોય તેવા કિસ્સામાં રોકડ ચૂકવશો તો ૨૦૦ જ્યારે UPIથી ચૂકવશો તો ૧૨૫ રૂપિયા જ ચૂકવવા પડશે.
સમગ્ર દેશના ટોલપ્લાઝા પર ફાસ્ટંગથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગના કારણે ટોલપ્લાઝા પર લાંબા કતારમાં ઊભા રહેવાની ઝંઝટથી છુટકારો મળી ગયો છે. પરંતુ હવે ફાસ્ટંગથી પણ એડવાન્સ સેટેલાઈટ સિસ્ટમ અમલી બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, હાલમાં મોટાભાગના વાહનચાલકો પાસેથી ફાસ્ટંગ ઉપલબ્ધ છે. પરંતુ કોઈકવાર ફાસ્ટેગમાં લો બેલેન્સ કે ફાસ્ટંગ ડિએક્ટિવ થઈ જાય તો તેવા કિસ્સામાં વાહનચાલકોએ ટોલનાકા પર નક્કી કરેલા દરથી બમણો ટોલ ચૂકવવો પડે છે. લાંબા સમયથી ફાસ્ટંગ વગરના વાહનચાલકો પાસેથી બમણો ટોલ વસૂલાઈ રહ્યો છે. પરંતુ હવે બમણો ટોલ ચૂકવવાની માથાકૂટથી વાહનચાલકોને છુટકારો મળી જશે. ગુજરાતના તમામ ટોલપ્લાઝા પર શ્ભ્ત્થી પેમેન્ટ સ્વીકારવાનો આરંભ કરી દેવાયો છે.
રોકડને બદલે UPIથી પેમેન્ટ કરનારા વાહનચાલકો પાસેથી બમણાંને બદલે ફક્ત ૨૫ ટકા એકસ્ટ્રા વસૂલવામાં આવશે. વાહનચાલકોને રોકડને બદલે UPIનો વિકલ્પ પણ મળી જશે. દક્ષિણ ગુજરાતના તમામે તમામ ટોલપ્લાઝા પર UPI મૂકી દેવાયા છે. એટલે હવે ટોલપ્લાઝા પર રોકડમાં ટોલ ચૂકવણીની ઝંઝટથી પણ છુટકારો મળી જશે.તેમજ લોકોને બમણાં ચૂકવવાથી પણ રાહત મળી જશે.
સમગ્ર દેશમાં વાહનચાલક પાસે ફરજીયાત ફાસ્ટટેગ હોવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. તેમાં વાહનચાલક પાસે ફાસ્ટટેગ નહીં હોય તેવા કિસ્સામાં ટોલનાકા પરથી પસાર થાય તે પહેલા બમણો ટોલ વસુલ રોકડમાં વસુલ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે ટોલનાકા પર ફોરવ્હીલ ચાલકે ૧૦૦ રુપિયાનો ટોલ ચુકવવાનો હોય અને તેની પાસે ફાસ્ટટેગ નહીં હોય તેવા સંજોગોમાં ૨૦૦ રુપિયા રોકડમાં ટોલ લેવામાં આવતો હોય છે. ત્યાર બાદ જ વાહનચાલકને ત્યાંથી પસાર થવા દેવાય છે. પરંતુ હવે તેમાં સુધારો કરવાની સાથે જે પણ વાહન ચાલક પાસે ફાસ્ટટેગ નહીં હોય અને તે વ્યક્તિ રોકડના બદલે યુપીઆઇના માધ્યમથી એટલે કે ઓનલાઇન ટોલ ચુકવવા માટે તૈયારી બતાવે તો તેની પાસેથી ૧૦૦ રુપિયાના ટોલમાં પહેલા ૨૦૦ વસુલ કરવામાં આવતા હતા તેના બદલે યુપીઆઇથી ૧૨૫ રુપિયા ચુકવવા પડશે. જેથી વાહનચાલકને વાહનચાલકને સીધો ૭૫ રુપિયાનો ફાયદો થવાનો છે. આ માટેનો અમલ સમગ્ર દેશમાં કરી દેવાની સાથે તમામ ટોલનાકા પર ઓનલાઈન નાણા ચુકવી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
