News of Wednesday, 26th November 2025
જાનૈયાઓની બસ ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ ગઈ અને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખાવાનું ખતમ

મથુરા,તા.૨૬: ભારતભરમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે અને દરેક લગ્નમાં કંઈક ને કંઈક અજબ દબનાવો બનતા હોય છે. હમણાં મથુરામાં આવો જ કિસ્સો બન્યો હતો. લગ્ન માટે ઉત્સાહમાં જઈ રહેલા જાનૈયાઓની બસ અનેક જગ્યાએ ટ્રાફિક જેમમાં એવી અટવાઈ ગઈ હતી કે એ બધા લગ્નમંડપમાં પહોંચે એ પહેલાં લગ્નની મિજબાની પૂરી થઈ ગઈ હતી. એ પછી ગ્રામજનોની મદદ લેવામાં આવી અને ફરીથી ભોજન તૈયાર કરવામાં આવ્યું, છેક ત્યારે જાનૈયાઓને ખાવાનું નસીબ થયું હતું.
બન્યું એવું કે શનિવારે રાજસ્થાનના એક ગામથી બસમાં જાનૈયાઓ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના કોશીકલાં નગર પાસે એક ગામમાં લગ્ન માટે જવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં નાંદગાંવ પાસે આ બસ ટ્રાફિક જેમમાં અટવાઈ ગઈ. એ પછી બસનું વ્હીલ-બેરિગ તૂટી ગયું. ડ્રાઇવરે રિપેરિગ માટે મેકેનિકને બોલાવ્યો અને એમાં બીજા ત્રણ કલાક નીકળી ગયા. બસ ફરી શરૂ થઈ પણ આગળ ફરી બે જગ્યાએ લગભગ દોઢ-દોઢ કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈને મોડી રાતે લગ્નસ્થળે પહોંચી. જોકે ત્યાં સુધીમાં વહુપક્ષે મેરેજ-પાર્ટી આટોપી લીધી હતી. પ્રસંગ બગડતાં કેટલાક લોકો ગુસ્સે થઈને ડ્રાઇવરને મારવા દોડ્યા હતા, પણ તેમને પછીથી શાંત પાડવામાં આવ્યા હતા
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
