<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

તમારા નામે ખરીદેલા સિમ કાર્ડનો દુરુપયોગ તમને જેલભેગા કરાવી શકે છે

દેશભરના મોબાઈલ યુઝર્સને ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે ચેતવણી આપી

નવી દિલ્‍હી,તા.૨૬: દેશભરના મોબાઈલ યુઝર્સને ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે ચેતવણી આપી છે. જેમાં યુઝર્સના નામે ખરીદી કરવામાં આવેલા સિમ કાર્ડના દુર ઉપયોગથી જેલની સજા પણ થઈ શકે છે. જેમાં સાયબર અપરાધી અને ગેરકાયદે પ્રવુતિમાં જોડાયેલા વ્‍યકિત દ્વારા આવા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે તો જેના નામે સિમ કાર્ડ હશે તેની પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે મોબાઇલ યુઝર્સને ચેતવણી આપી છે કે તેઓ તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ એવા કોઈપણ ડિવાઈસમાં કરે નહીં જેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવી હોય. ટેલિકોમ વિભાગે જણાવ્‍યું હતું કે જે યુઝર્સ મોડેમ, મોડ્‍યુલ અથવા સિમ બોક્‍સ જેવા ડિવાઈસનો ઉપયોગ કરે છે, જેમાં છેડછાડ કરેલા IMEI નંબર હોય છે. તેના દુરઉપયોગથી જેલની સજા થઈ શકે છે.

ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે યુઝર્સને સલાહ આપી હતી કે તેઓ તેમના નામે લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ એવા ડિવાઈસનો ઉપયોગ કરવાનું ટાળે જેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવી હોય. આવા સિમ કાર્ડ ખરીદનાર છેતરપિડીમાં સામેલ માનવામાં આવશે. ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે જણાવ્‍યું હતું કે જો આ ડિવાઈસ સાયબર ગુના માટે યુઝર્સના નામે ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તો મૂળ સિમ કાર્ડ યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત યુઝર્સને ટેલિકોમ્‍યુનિકેશન વિભાગે મોબાઇલ યુઝર્સને કોઈપણ થર્ડ પાર્ટી એપ્‍લિકેશન અથવા વેબસાઇટ્‍સનો ઉપયોગ ન કરવા પર ભારત મૂક્‍યો છે. જે કોલિગ લાઇન ઓળખ (CLI)માં ફેરફાર કરી શકે છે. નવા ટેલિકોમ એક્‍ટ ૨૦૨૩ અનુસાર આવા કોઈપણ કિસ્‍સામાં ભારે દંડ અને કેદની સજા થઈ શકે છે. જેમના નામે સિમ કાર્ડ ઇસ્‍યુ કરવામાં આવ્‍યું છે. તેમને ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ, ત્રણ વર્ષ સુધીની કેદ અથવા બંને થઈ શકે છે.

(10:04 AM IST)