<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

બંગાળમાં મમતાના કુશાસનનો અંત નિશ્ચિત : અશ્વિની ચોબેના ટીએમસી પર આકરા પ્રહાર

ભાજપ અને તળણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વચ્‍ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્‍યું : રાજ્‍યમાં ભ્રષ્ટાચાર અને હિંસાનો દોર હવે અંતિમ તબક્કામાં

કોલકત્તા, તા.૨૬: પશ્ચિમ બંગાળમાં કથિત કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી સ્‍થિતિને લઈને ભાજપ અને તળણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વચ્‍ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્‍યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અશ્વિની ચોબેએ પશ્ચિમ  બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્‍છી રહી છે.

અશ્વિની ચોબેએ મમતા સરકાર પર જંગલરાજ ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, બંગાળમાં જે કુશાસન ચાલી રહ્યું છે, તેને ભાજપ અને બંગાળની જનતા મળીને નિશ્ચિત રૂપે સમાપ્ત કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્‍યમાં ભ્રષ્ટાચાર અને હિંસાનો દોર હવે તેના અંતિમ તબક્કામાં છે.

ભાજપ નેતાના આ નિવેદન બાદ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં બંને પક્ષો વચ્‍ચે વધુ ઘર્ષણ જોવા મળી શકે છે. 

(3:53 PM IST)