<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

દિલ્હી-એનસીઆર પ્રદૂષણના પ્રચંડ ભરડામાં: હવાની ગુણવત્તા સતત 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં, શ્વાસ લેવો પણ મુશ્કેલ

નવી દિલ્હી: દેશની રાજધાની અને તેની આસપાસના એનસીઆર વિસ્તારોમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. આજે પણ સવારથી દિલ્હીનું વાતાવરણ ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર હેઠળ ઢંકાયેલું રહ્યું હતું, અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સતત 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો છે.

 

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમકારક છે. 

 

ઠંડીના આગમન અને પવનની ગતિ ધીમી પડવાને કારણે પ્રદૂષકો હવામાં જામી ગયા છે. હોસ્પિટલોમાં શ્વાસ અને આંખમાં બળતરાની તકલીફ સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 

 

પ્રશાસન દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ) હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો નથી.

(10:07 AM IST)