હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જલ જીવન મિશનમાં ભ્રષ્ટાચારઃ ગુજરાત સહિત ૭ રાજ્યોને રૂા.૧૨૯.૨૭ કરોડનો દંડ
ગુજરાત પર સૌથી વધુ રૂા.૧૨૦.૬૫ કરોડની પેનલ્ટી : યોજનામાં ગેરરીતિ કરનારા કોઇને પણ ન છોડવાના પીએમ મોદીના આદેશ પછી કાર્યવાહી

નવી દિલ્હી તા.૨૬: દેશના દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી જલ જીવન મિશનના અમલમાં રાજ્યોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી આકરી કાર્યવાહી કરાઈ છે. આ મિશનના અમલમાં ગેરરીતિ બદલ કેન્દ્ર સરકારે સાત રાજ્યોને રૂ. ૧૨૯.૨૭ કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાત પર સૌથી વધુ રૂ. ૧૨૦.૬૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમની આ મહત્ત્વપૂર્ણ યોજનામાં ગેરરીતિ
કેન્દ્ર સરકારે ૨૦૧૯માં જલ જીવન મિશન (JJM) શરૂ કર્યું હતું, જેનો હેતુ પાંચ વર્ષમાં દેશના દરેક ધરને નળથી પાણીના જોડાણો પૂરા પાડવાનો છે. ગુજરાત ઉપરાંત કેન્દ્ર સરકારે તમિલનાડુ પાસેથી રૂ.૩ લાખ, ત્રિપુરા પાસેથી રૂ.૧.૨૨ કરોડ, આસામ પાસેથી રૂ.૫.૦૮ લાખ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.૨.૦૨ કરોડ, કર્ણાટક પાસેથી રૂ. ૧.૦૧ કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.૫.૩૪ કરોડની રિકવરી કાર્યવાહી ચાલુ કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રે ગુજરાત પાસેથી યોજનાના અમલમાં ગેરરીતિ બદલ દંડ તરીકે રૂ.૧૨૦.૬૫ કરોડની વસૂલાત ચાલુ કરી છે અને અત્યાર સુધી રૂ.૬.૬૫ કરોડ વસૂલ કર્યા છે. સાત રાજ્યો પરના કુલ રૂ.૧૨૯.૨૭ કરોડના દંડમાંથી, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રૂ. ૧૨.૯૫ કરોડ વસૂલ કર્યા છે.
આ યોજનાની પ્રારંભિક ફાળવણી રૂ.૩.૬૦ લાખ કરોડ હતી, પરંતુ તેના પર અત્યાર સુધીમાં રૂ.૪.૩૩ લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ ચુક્યો છે. આ યોજનાના અમલમાં કથિત ભ્રષ્ટાચારની દેશભરમાંથી ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે સરકારે જમીન પર ચકાસણી હાય ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
