તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 26th November 2025
ઈ-કોમર્સમાં છુપાયેલા ચાર્જનો ખેલ ચાલુ
એક સર્વેમાં ખુલાસો થયો છે કે કંપનીઓ કેવી રીતે વધારાનો ચાર્જ વસૂલ કરી રહી છે : કંપનીઓ હજુ પણ ડ્રિપ પ્રાઈસિંગનો ઉપયોગ કરી રહી છે

નવી દિલ્હી તા.૨૬: ફિલપકાર્ટ, મિન્ત્રા, મેકમાયટ્રિપ, ક્લિયરટ્રિપ, બિગબાસ્કેટ, એક્સેલિયા, નેટમેડ્સ, ટાટા 1mg, ઝોમેટો, બ્લિંકિટ અને ixigo જેવી મોટી કંપનીઓએ ડાર્ક પેટર્ન દૂર કરવાનો દાવો કર્યો છે. જોકે, લોકલસર્કલના સર્વે મુજબ, તેઓ હજુ પણ ડ્રિપ પ્રાઈસિગનો ઉપયોગ કરી રહ્યા છે (શરૂઆતમાં ઓછી કિમત બતાવી રહ્યા છે અને પછી વધારાના ચાર્જ ઉમેરી રહ્યા છે). જે ૨૬ પ્લેટફોર્મ્સે સરકાર (CCPA) ને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ 'ડાર્ક પેટર્ન મુક્ત' છે, તેમાંથી ૨૧ હજુ પણ ગ્રાહકોને છેતરવાની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
લોકલસર્કલનો દાવો ૩૯૨ જિલ્લાઓમાં ૨.૫ લાખથી વધુ લોકોના મંતવ્યો અને AI સંશોધન પર આધારિત છે. તેમાં ૩૦૦ થી વધુ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મની તપાસ કરવામાં આવી.
ડિજિટલ ધિરાણ, એડટેક, ઓનલાઈન બેંકિગ, ઈ-કોમર્સ, ઓટીટી, એપ ટેક્સી, ફૂડ ડિલિવરી, ક્વિક કોમર્સ, સોફટવેર એપ્સ, દવા અને આરોગ્યસંભાળ, મુસાફરી, ફલાઇટ અને ટ્રેન ટિકિટ, મૂવી/ઇવેન્ટ ટિકિટ, ઓનલાઈન ચુકવણી, ઓનલાઈન ગેમિગ, રિયલ એસ્ટેટ, વીમો, ફોરેક્સ, બ્રોડબેન્ડ અને જોબ સર્ચ સાઇટ્સ.
ટ્રેન ટિકિટ બુકિગ, મોબાઈલ ટેલિકોમ, વોઇસ આસિસ્ટન્ટ, ડાઇનિગ સેવા, સરકારી સેવાઓ, હોમ હેલ્થ સર્વિસ, ઇલેક્ટ્રિક સ્કૂટર, ઓનલાઈન ટ્રેડિગ, વપરાયેલી કારનું વેચાણ, પેથોલોજી લેબ, ક્રિપ્ટોકરન્સી, ડેટિગ મેટ્રિમોનિયલ એપ્સ અને ઓનલાઈન જ્વેલરી
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
