હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ ધરતીના ઘણા વિસ્તારમાં ધોળા દિવસે અંધારૂ છવાશે
ધોળા દિવસે છવાઈ જશે ઘોર અંધારૂ, ૧૦૦ વર્ષમાં પહેલી વાર જોવા મળશે આવો ચમત્કાર, અચાનક તાપમાનમાં થઈ જશે ઘટાડોઃ એક ખગોળીય ઘટના ઇતિહાસના પન્ના પર નોંધાઈ જશે ેઃ આકાશમાં તારા દેખાવા લાગશેઃ એવું લાગશે કે પૃથ્વી જાણે થોડા સમય માટે થંભી ગઈ હોયઃ ૨૧મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જે ૬ મિનિટ ૨૩ સેકન્ડ સુધી આખી પૃથ્વીમાં અંધારૂ પાથરી દે

નવી દિલ્હી તા.૨૬: ૨ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ એક ખગોળીય ઘટના ઇતિહાસના પન્ના પર નોંધાઈ જશે. ધરતીના ઘણા વિસ્તારમાં ધોળા દિવસે અચાનક અંધારું છવાઈ જશે. તાપમાન ઓછું થશે, આકાશમાં તારા દેખાવા લાગશે. તેવું લાગશે કે પૃથ્વી જાણે થોડા સમય માટે થંભી ગઈ હોય. તેનું કારણ છે ૨૧મી સદીનું સૌથી લાંબું સૂર્યગ્રહણ, જે ૬ મિનિટ ૨૩ સેકન્ડ સુધી આખી પૃથ્વીમાં અંધારું પાથરી દેશે. વૈજ્ઞાનિક અનુસાર આવું દ્રશ્ય છેલ્લા ૧૦૦ વર્ષમાં નહીં જોવા મળ્યું હોય અને આવનારા વર્ષોમાં પૂર્ણ સૂર્યગ્રહણ સરળતાથી જોવા નહીં મળે.
આ દિવસે ચંદ્ર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દેશે. ભર બપોરે જાણે સાંજ પડી ગઈ હોય એવું અંધારું છવાઈ જશે. તાપમાન ૫ થી ૧૦ ડિગ્રી સુધી ઓછું થઈ શકે છે. હવાની દિશા બદલાઈ શકે છે અને પક્ષીઓ સહિત ઘણાં જીવોમાં અસામાન્ય વર્તન જોવા મળી શકે છે. પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યની ચારે બાજુ ડાયમંડ રિગ ઇફેક્ટ જોવા મળશે અને ચમકતા ગ્રહ શુક્ર, બુધ અને કેટલાક તારા પણ જોવા મળશે.
૨ ઓગસ્ટ, ૨૦૨૭ના રોજ વિશ્વ એક અદ્દભુત ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે, અમે કોઈ કાલ્પનિક વાત વિશે વાત નથી કરી રહ્યા. આ પૂર્ણ સૂર્યગ્રહણને કારણે દિવસ દરમિયાન આખું આકાશ અંધકારમાં ડૂબી જશે. આ દરમિયાન એવું કહેવાય છે કે આગામી ૧૦૦ વર્ષ સુધી આવું સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. તેથી વિશ્વના વિવિધ ખંડોમાં રહેતા કરોડો લોકો આ નજારો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આવું સૂર્યગ્રહણ ૨૧૧૪ સુધી ફરી જોવા મળશે નહીં!
આ ગ્રહણની શરૂઆત એટલાન્ટિક મહાસાગરથી થશે અને પૃથ્વી પર તેનો ગાઢ છાંયો સૌથી પહેલા જિબ્રાલ્ટર સ્ટ્રેટ પાસે પડશે. ત્યારબાદ આ અંધકાર જે દેશોમાંથી પસાર થશે તેમાં દક્ષિણ સ્પેન, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઇજિપ્ત અને પછી મધ્ય-પૂર્વના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઇ જશે અને લગભગ ૬ મિનિટ ૩૦ સેકન્ડ માટે ઘોર અંધકાર છવાઈ જશે. અમેરિકા અને દક્ષિણ અમેરિકા જેવા બ્રાઝિલના મોટા ભાગના લોકો આ ઘટના જોઈ શકશે નહીં.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ સૂર્યગ્રહણ દર ૧૮ મહિને એકવાર આવે છે, પણ આટલી લાંબી અવધિનું ગ્રહણ બહુ જ દુર્લભ છે. ૨૦૨૭નું ગ્રહણ ખાસ એટલા માટે છે કારણ કે તે વધુ વસ્તી ધરાવતા અને સરળતાથી પહોંચી શકાય એવા દેશોમાંથી પસાર થશે. ખગોળીય અભ્યાસ, તાપમાનમાં ફેરફાર અને પ્રાણીઓના વર્તન પર સંશોધન માટે આ એક આદર્શ ઘટના છે. સૂર્યની બહારના સ્તર એટલે કે કોરોના પર અભ્યાસ કરવાનો એવો સ્પષ્ટ અને લાંબો મોકો કદાચ દાયકાઓ સુધી ફરી ન મળે. દુનિયાભરના વૈજ્ઞાનિકો, સંશોધન સંસ્થાઓ અને સ્પેસ એજન્સીઓ આ ઘટનાને જીવંત વૈજ્ઞાનિક પ્રયોગશાળા તરીકે જોઈ રહી છે.
ભારત એ નેરો પાથ ઓફ ટોટાલિટી (જ્યાં સંપૂર્ણ સૂર્ય છુપાય છે)માં આવતું નથી. જોકે, ભારતના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાય છે, પણ એ પણ ખૂબ જ મર્યાદિત હશે. સંપૂર્ણ સૂર્યગ્રહણનો શ્રેષ્ઠ લ્લશ્ય જોવા માટે લોકોને સ્પેન, મોરોક્કો, ઇજિપ્ત અથવા મધ્ય-પૂર્વના પસંદગીના શહેરોમાં જવું પડશે.
આટલી લાંબી અવધિનું સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે જ બને છે જ્યારે પૃથ્વી અને ચંદ્રની અંતર યોગ્ય પ્રમાણમાં હોય. ચંદ્ર તેની કક્ષાના પેરિજી (પૃથ્વીથી સૌથી નજીકના બિદુ) પાસે હોય. ગ્રહણનો છાંયો પૃથ્વી પર સીધા ખૂણે પડે. આવા દુર્લભ સંયોગો કારણે ૨૦૨૭નું ગ્રહણ અસાધારણ રીતે લાંબું રહેશે.
સંપૂર્ણ ગ્રહણ દરમિયાન નરી આંખે જોવું જોખમી નથી. પણ શરૂઆતના તબક્કા, અંતિમ તબક્કા અને આંશિક ગ્રહણને નરી આંખે જોવું ખૂબ જ જોખમી છે. તેથી નિષ્ણાતો સોલર ફિલ્ટર, પ્રોટેક્ટિવ ગ્લાસ અથવા પ્રમાણિત સોલર વ્યૂઇંગ ગોગલ્સ પહેરવાની સલાહ આપે છે.
NASAના રેકોર્ડ મુજબ, આવું લાંબું અંધકાર ફરી ૨૨મી સદીમાં જ જોવા મળશે. એટલે આ અવસરને ‘‘આ પેઢીનું સૌથી મોટું ખગોળીય પ્રદર્શન'' માનવામાં આવે છે. પરિણામે, ૨ ઓગસ્ટ ૨૦૨૭ના ૬ મિનિટનું એ અંધકાર ઇતિહાસ બની જશે. પૃથ્વીના મોટા ભાગે દિવસે અંધકાર, સૂર્યનું અચાનક ગાયબ થવું, આકાશમાં ચમકતા ગ્રહો અને કુદરતી વાતાવરણમાં અચાનક બદલાવઆ બધું મળીને ૨૦૨૭નું સૂર્યગ્રહણ માનવ જીવનમાં એક જાદુઈ, અદ્ભુત અને વૈજ્ઞાનિક રીતે અમૂલ્ય ક્ષણ બની જશે. આખી દુનિયાની નજર આ દિવસે જ ટકી છે, કારણ કે આવું લ્લશ્ય કદાચ ફરીથી આપણા જીવનકાળમાં જોવા નહીં મળે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
