<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

દેશભરમાં પ્રદુષણનો કહેર : ૪૪૭ જીલ્લાઓમાં હવામાં ઝેરી કણો ધારાધોરણથી વધુ

ગ્રેટર નોઇડામાં ૩પપ અને દિલ્‍હીમાં ૩૦૬ એકયુઆઇ નોંધાયો : વાયુ ગુણવત્તા બની ચિંતાનો વિષય : ગંગાના મેદાની વિસ્‍તારો દેશનો સૌથી વધુ પ્રદુષીત પટો : આસામ-ત્રિપુરા પ્રદુષણ હોટસ્‍પોટ બની રહ્યા છે : પીએમ ર.પ ની માત્રા વધવાથી શ્‍વસન સંબંધી બીમારીઓનો ખતરો

નવી દિલ્‍હી, તા. ર૬ : રાજધાની દિલ્‍હી-એનસીઆરમાં છેલ્લા ર૪ કલાકમાં હવામાનમાં આંશીક બદલાવ થયો છે હવાની ગતિ વધીને ૧ર કિ.મી પ્રતિ કલાક થઇ છે. દિવસે તડકો રહેવા છતાં લોકોએ હળવી ઠંડી અનુભવી હતી. તાપમાનમાં જાજો ઘટાડો નોંધાયો ન હતો.

જો કે આજે બુધવારથી લઘુતમ અને ગુરૂતમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શકયતા છે. આજે લઘુતમ તાપમાન ૮ થી ૯ ડિગ્રી જયારે મહતમ તાપમાન ર૩ થી ર૪ ડિગ્રી રહી શકે છે. લગભગ ૬૦ ટકા જીલ્લાઓમાં વાર્ષિક પીએમ ર.પનું સ્‍તર ભારતીય માનકોથી વધુ મળ્‍યું છે. દેશના સૌથી વધુ પ્રદુષીત જીલ્લાઓમાં દિલ્‍હી અને આસામના ૧૧-૧૧ જીલ્લાઓ સામેલ છે.

દિલ્‍હી, નોઇડા, ગાઝીયાબાદ, ગુરૂગ્રામ અને ગ્રેટર નોઇડામાં એકયુઆઇ હાલ પણ ખુબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. દિલ્‍હીમાં ૩૦૬, નોઇડામાં ર૯૧, ગાઝીયાબાદમાં ૩૦પ, ગુરૂગ્રામમાં ૧૯૭ અને ગ્રેટર નોઇડામાં ૩પપ આસપાસ એકયુઆઇ નોંધાયો છે. તેવામાં તાપમાનની સાથો-સાથ વાયુ ગુણવત્તા પણ લોકોની ચિંતાનુઁં કારણ બની છે.

હવામાન ખાતા મુજબ ર૬ નવેમ્‍બરથી ૧ ડિસેમ્‍બર વચ્‍ચે હવામાનમાં ધીમે-ધીમે પરિવર્તન જોવા મળશે. ર૯ નવેમ્‍બરથી તાપમાનમાં વધારાની શરુઆત થઇ શકે છે. લઘુતમ -ગુરૂતમ તાપમાનમાં ર ડિગ્રી સુધીનો વધારાનું અનુમાન છે. ડિસેમ્‍બરની શરૂઆત સામાન્‍ય અને હળવી ગરમી સાથેના તાપમાથી થવાની સંભાવના છે.

સેન્‍ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્‍ડ કલીન એર દ્વારા સેટેલાઇટ ડેટા ઉપર આધારીત નવી રિપોર્ટમાં ગંગા નદીના મેદાની ક્ષેત્રોને દેશના સોૈથી પ્રદુષીત બેલ્‍ટ બતાવામાં આવ્‍યા છે. જયાં શિયાળા, ઉનાળા અને ચોમાસા બાદ પણ પ્રદુષણ યથાવત રહે છે.

પૂર્વોતરમાં આસામ અને ત્રિપુરા ઝડપથી પ્રદુષણ હોટ સ્‍પોટ રૂપે ઉભરી રહયા છે. રિપોર્ટ મુજબ દિલ્‍હીનો વાર્ષીક પી.એમ. ૨.૫ સ્‍તર ૧૦૧ એમજીસીએમ સુધી પહોંચી ગયો છે. જે ડબલ્‍યુએચઓના ધારાધોરણથી ૨૦ ગણો વધુ છે.

આ ઉપરાંત ત્રિપુરા, પંજાબ, હરિયાણા, હિમાચલ, મેઘાલય અને ચંદીગઢના તમામ જીલ્લાઓ ચોમાસાને છોડીને આખુ વર્ષ પ્રદુષણના ધારાધોરણથી ઉપર જ રહે છે.

(1:59 PM IST)