News of Wednesday, 26th November 2025
કર્ણાટકમાં ભયંકર અકસ્માત: આઈએએસ અધિકારી મહંતેશ બિલાગી સહિત ૩ સગા ભાઈઓ કાળનો કોળિયો બન્યા: કારનો કચ્ચરઘાણ બોલી ગયો: એક સાથે ત્રણ સગા ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

બેંગલુરુ: કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયેલા એક ભયાનક કાર અકસ્માતે એક જ પરિવારના ત્રણ આધારસ્તંભો છીનવી લીધા છે. વરિષ્ઠ આઈએએસ અધિકારી અને તેમના બે સગા ભાઈઓનું આ દુર્ઘટનામાં કરૂણ મોત નિપજતાં વહીવટી આલમમાં અને તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચા ઊડી ગયા હતા.
મૃતકોમાં ૨૦૧૨ ની બેચના આઈએએસ અધિકારી મહંતેશ બિલાગી (ઉંમર ૫૧ વર્ષ) સામેલ છે, જેઓ હાલમાં કર્ણાટક સ્ટેટ મિનરલ્સ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહંતેશ બિલાગી તેમના ભાઈઓ સાથે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં આઈએએસ અધિકારી ઉપરાંત તેમના બે ભાઈઓના પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ સગા ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
