હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામજોધપુરના કૌશિકભાઇ કાછેલાને ગંભીર બીમારીની સારવાર માટે રૂ.પ લાખની જરૂર
સાથી હાથ બઢાના

રાજકોટ તા. ૨૬ : જામજોધપુર સ્થિત કૌશિકભાઇ લક્ષ્મીદાસ કાછેલા ફાસ્ટફુડનો વ્યવસાય કરી પાંચ લોકોના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. પરંતુ તેમને કેન્સર જેવી ગંભીર બીમારી લાગુ પડતા આ પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ત્રીજા સ્ટેજના કેન્સરમાં ત્રીજીવાર ઓપરેશન કરીને કેમોના ડોઝ અપાય છે. જે વિદેશની મંગાવવામાં આવતા હોય અતી ખર્ચાળ પડે છે. જુનાગઢ કે.જે. હોસ્પિટલમાં પણ સારવાર લઇ ચુકયા છે. હાલ અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સારવાર માટે રૂ.પ લાખની જરૂર છે. આ મદદ મોકલવા માટે જામજોધપુર લોહાણા મહાજન ટ્રસ્ટના સેન્ટ્ર બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નં. ૨૦૭૬૦૩૯૨૬૪ આઇએફએસસી કોડ CBIN0280581 માં રકમ જમા કરાવી શકાશે. અથવા અહીં આપેલ બારકોડ સ્કેન કરીને તેમાં પણ દાનની રકમ જમા કરાવી શકાશે. દર્દીની સ્થિતિ અંગે તેમજ દાનની રકમ મોકલવા માટે વિશેષ માહિતી માટે જામજોધપુર લોહાણા મહાજન મો.૯૭૨૭૯ ૨૨૦૩૩ (ભરતભાઇ ઠકરાર)નો સંપર્ક કરવા જણાવાયુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
