<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

રાજકોટમાં બનશે ૩૮ માળની ગગનચુંબી ઇમારત

સલામતીના ઉચ્‍ચતમ ધોરણો ધરાવતો સત ડેવલોપર્સનો રેસીડેન્‍સીયલ કમ કોમર્શીયલ પ્રોજેકટ ‘સ્‍કાયલાઇન' બીજા રીંગરોડ પરના પરસાણા ચોકમાં આકાર લેશેઃ ‘ટોલ બિલ્‍ડીંગ પોલીસી' અંતર્ગત ઉંચાઇવાળા વિકાસને પ્રોત્‍સાહન મળશે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો અર્બન ડેવલોમેન્‍ટ મોડલ વિકસશેઃ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

 

રાજકોટ શહેરની નવી ઓળખ બનવા જઇ રહેલા ૧૪૫ મીટર ઉંચા ૩૮ માળના બિલ્‍ડીંગની ડિઝાઇન તસ્‍વીરમાં નજરે પડે છે. આ પ્રોજેકટ ૪ વર્ષમાં પરિપૂર્ણ કરવાની નેમ ડેવલોપર્સ મનસુખભાઇ ભીમાણીએ વ્‍યકત કરી હતી.(૨.૨૧)

રાજકોટ તા.૨૬: રાજકોટ શહેરના અર્થતંત્ર, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને આધુનિક શહેરી આયોજનમાં એક નવા અધ્‍યાયની શરૂઆત કરતાં રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સૌરાષ્‍ટ્ર વિસ્‍તારની અત્‍યાર સુધીની સૌથી ઊંચીラ૧૪૫ મીટરラગગનચુંબી ઇમારતના પ્‍લાનને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારની Tall Building Policyને અનુરૂપ અને નવા વિકાસલક્ષી દ્રષ્ટિકોણને આગળ વધારતા આ નિર્ણય શહેરના અર્બન લેન્‍ડસ્‍કેપને મેટ્રોપોલિટન સ્‍તરે પહોંચાડશે. તેમ  મ્‍યુનિસીપલ કમિશનર તુષાર સુમેરાએ માધ્‍યોમોને જણાવ્‍યુ હતું. સત ડેવલોપર્સનો ‘સ્‍કાયલાઇન' પ્રોજેકટ નવા રીંગરોડ ઉપર આકાર પામશે જેમાં ૩૮-૩૮ માળના ૨ ટાવર ધરાવતા ૧૩૬ આલીશાન રહેણાંક એકમો અને બાર પ્રીમીયમ કોમર્શીયલ એકમો સમાવીષ્‍ટ રહેશે. ડેવલોપર્સ મનસુખભાઇ ભીમાણી (વસંત બિલ્‍ડર્સ ગ્રુપ) એ આગામી  ૪ વર્ષમાં આ પ્રોજેકટ પરીપૂર્ણ કરવાની નેમ વ્‍યકત કરી હતી.

 શહેરના વિકાસમાં એક માઇલસ્‍ટોન

૧૪૫ મીટર ઊંચી આ ઇમારત ન માત્ર સૌરાષ્‍ટ્રની પ્રથમ ગગનચુંબી ઇમારત બનશે, પરંતુ ભવિષ્‍યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો પણ સાબિત થશે. ઇમારતમાં આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સસ્‍ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્‌ટી નોર્મ્‍સ, ગ્રીન બિલ્‍ડિંગ સિસ્‍ટમ્‍સ, પુષ્‍કળ ર્પાકિંગ, તેમજ આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ઐતિહાસિક પગલું

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્‍યા મુજબ, Tall Building Policy અંતર્ગત પ્રાપ્ત થતી નવી તક હેઠળ ઉંચાઈવાળા વિકાસને પ્રોત્‍સાહન મળશે, જેમાં શહેરની જમીનની કાર્યક્ષમતા વધશે, વધારે ઓપન સ્‍પેસ અને આયોજનબદ્ધ ટ્રાફિક સુગમતા મળશે, આધુનિક વ્‍યાપારી અને રહેણાંક પ્રોજેક્‍ટ્‍સનો માર્ગ મોકળો થશે, શહેરમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો અર્બન ડેવલપમેન્‍ટ મોડેલ વિકસશે.

 રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું કે, Tall Building Policyને અનુસરતા શહેરમાં આધુનિક, સસ્‍ટેનેબલ અને આયોજનબદ્ધ વિકાસને વધુ વેગ મળશે. રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવું એ RMCનું મુખ્‍ય ધ્‍યેય છે, અને આ પ્રોજેક્‍ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.

 નાગરિકોને વધુ સુવિધાઓ - વધુ તક - વધુ પ્રગતિ

આ ગગનચુંબી ઇમારતラરહેઠાણ, બિઝનેસ અને શહેરી જીવનસુવિધાઓラall-in-one મોડેલ તરીકે શહેરના વિકાસને નવી દિશા આપશે. તે સાથે રોજગાર તકોમાં વધારો અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં ગુણાત્‍મક સુધારો થશે. શહેરના હોરાઇઝનમાં વિશ્વસ્‍તરીય ઓળખ જેવા વિસ્‍તળત ફાયદાઓ પ્રાપ્ત થશે.

 રાજકોટ માટે નવા યુગનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ મહત્‍વપૂર્ણ નિર્ણય સાથે રાજકોટનું ભવિષ્‍ય વધુ આત્‍મનિર્ભર, આધુનિક અને દૃઢ બની રહ્યું છે. શહેરની skyline હવે વધુ ઊંચી, વધુ મજબૂત અને વધુ આયોજનબદ્ધ બનવા જઇ રહી છે.

 સૌરાષ્‍ટ્રની ગૌરવવંતી ગગનચુંબી ઇમારતની વિશેષતાઓ

 આ સીમાચિホરૂપ પ્રોજેક્‍ટના ડેવલપર્સ Sat Developers પાર્ટનર શ્રી મનસુખભાઈ ભીમાણી (વસંત બિલ્‍ડર્સ ગ્રુપ) છે તથા ઇમારતની આર્કિટેક્‍ચરલ ડિઝાઇન એન્‍જીનીયરશ્રી ભાવેશ પટેલ  દ્વારા કરવામાં આવી છે.

*  મંજૂર કરાયેલ આ ભવ્‍ય ઇમારતની ઊંચાઈ ૧૪૫.૧૫ મીટર (લગભગ ૪૭૬ ફૂટ) રહેશે.

* પ્રોજેક્‍ટનું નામ - સ્‍કાયલાઈન (Skyline)

* લોકેશન - મોજે. મવડી રે.સ.નં. ૨૭૦/પૈકી ૧, ફાઈનલ ટી.પી. ૨૮ (મવડી), એફ.પી. નં. ૩૭/૧, પ્‍લોટ નં. સિંગલ યુનીટ ૧

* એડ્રેસ - “Skyline”, પરસાણા ચોક પાસે, 2nd રીંગ રોડ, મવડી, રાજકોટ.

* કુલ માળઃ આ પ્રોજેક્‍ટ ૩૮ માળ નો હશે.

* યુનિટ્‍સની સંખ્‍યાઃ તેમાં ૧૩૬ આલીશાન રહેણાંક એકમો (Residential Units) અને ૧૨ પ્રીમિયમ વાણિજ્‍યિક એકમો (Commercial Units) નો સમાવેશ થાય છે.

* પોડિયમ સુવિધાઃ બીજા માળના સ્‍તરે એક વિશાળ પોડિયમ (Podium) ની પણ જોગવાઈ છે.

 સલામતીના ઉચ્‍ચતમ ધોરણોનું પાલન

 આ ઇમારતની મંજૂરી અન્‍વયે ફાયરસેફ્‌ટી, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તથા વિન્‍ડ લોડ કેપેસિટીના તમામ સલામતી ધોરણોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્‍યું છે. સત ડેવલપર્સના પાર્ટનર શ્રી મનસુખભાઇ એલ. ભીમાણી તથા શ્રી ભાવેશ પટેલ સહિતની ટીમ અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પ્રોજેક્‍ટ શહેરમાં વિકાસના નવા માઈલસ્‍ટોન તરીકે ઉભરી આવશે. ડેવલપરશ્રી જણાવે છે કે આ વિકાસ રાજકોટને ‘‘વિકાસશીલ અને આધુનિક શહેર'' તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. કમિશનરશ્રીએ જણાવ્‍યું હતું કે, આ પ્રોજેક્‍ટ માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ વિકાસની દિશામાં વધુ એક પગલું આગળ ભરશે.(૨.૨૧)

(3:10 PM IST)