હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th November 2025
સોનામાં વધુ ૧૩૦૦-ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,૩૦,૦૦૦ અને ચાંદીના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૬: બુલીયન માર્કેટમાં બીજા દિવસે પણ તેજી જોવા મળી હતી. સોનામાં વધુ ૧૩૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ ૂરૂપીયાનો વધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૧૩૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૮,૭૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૩૦,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૧૩૦૦૦ રૂા. વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૮૭,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૦૦,૦૦૦ રૂા. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૧,પ૯,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૦,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે સોનામાં ૧૬૦૦ અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો થયા બાદ આજે પણ આ બંને કિંમતી ધાતુઓના ભાવો વધ્યા હતા. (૪.૧૦)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
