હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ : દેશભરની તમામ ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓની કડક તપાસ થશે, સરકાર અને યુજીસી પાસે પાઈ-પાઈનો હિસાબ માંગ્યો
જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે નોંધ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ સાથે મનસ્વી વર્તન કરી રહી છે

નવી દિલ્હી : એક વિદ્યાર્થીનીના નામ બદલવાની સામાન્ય અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દેશના શિક્ષણ જગત માટે અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ભારતમાં ચાલતી તમામ ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓની કામગીરી, નાણાકીય વ્યવહારો અને સ્થાપના અંગે દેશવ્યાપી તપાસ અને ઓડિટનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ને નોટિસ પાઠવીને આ સંસ્થાઓ કેવી રીતે ચાલે છે તેનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે.
એમિટી યુનિવર્સિટીના એક કેસથી શરૂ થઈ સમગ્ર તપાસ
આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આયેશા જૈન (જેનું જૂનું નામ ખુશી જૈન હતું) નામની એક વિદ્યાર્થીનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. વિદ્યાર્થીનીનો આરોપ હતો કે એમિટી યુનિવર્સિટીએ તેનું નામ બદલવાની પ્રક્રિયામાં તેને હેરાન કરી હતી અને તેના કારણે તેનું એક શૈક્ષણિક વર્ષ બગડ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જાસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે નોંધ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ સાથે મનસ્વી વર્તન કરી રહી છે.
કોર્ટે આ એક કેસને માત્ર એક વિદ્યાર્થી પૂરતો સીમિત ન રાખતા, તેને દેશવ્યાપી મુદ્દો ગણીને તમામ ખાનગી શિક્ષણ સંસ્થાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કઈ વિગતો માંગી છે?
સુપ્રીમ કોર્ટે કેબિનેટ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે તેઓ તમામ રાજ્યો અને સંબંધિત મંત્રાલયો પાસેથી માહિતી એકત્ર કરે. કોર્ટે નીચે મુજબના સવાલોના જવાબો અને એફિડેવિટ માંગ્યા છે.
જ્જ દેશમાં કેટલી ખાનગી, બિન-સરકારી અને ડીમ્ડ યુનિવર્સિટીઓ ચાલી રહી છે અને તેમની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ છે?
જ્જ આ યુનિવર્સિટીઓને સરકાર તરફથી જમીન, ગ્રાન્ટ કે અન્ય કોઈ સુવિધાઓ મળી છે કે કેમ?
જ્જ આ સંસ્થાઓ ‘નો-પ્રોફિટ' (નફા વગરના) ધોરણે કામ કરવાનો દાવો કરે છે, તો વાસ્તવમાં વિદ્યાર્થીઓ પાસેથી મળતી ફી અને અન્ય આવકનો ઉપયોગ ક્યાં થાય છે?
જ્જ આ યુનિવર્સિટીઓમાં સ્ટાફની ભરતી અને વિદ્યાર્થીઓના એડમિશન માટે કયા નિયમોનું પાલન થાય છે?
જ્જ આ સંસ્થાઓ પર સરકારનું શું નિયંત્રણ છે?
શિક્ષણ માફિયાઓ અને અનિયંત્રિત ફી વસૂલાત પર લગામ આવશે
સુપ્રીમ કોર્ટનું આ પગલું એટલા માટે મહત્વનું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ખાનગી યુનિવર્સિટીઓનું રાફડો ફાટ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ વર્ષોથી ફરિયાદ કરી રહ્યા હતા કે ઘણી સંસ્થાઓ માત્ર ડિગ્રી વેચવાનું કામ કરે છે અને સુવિધાઓના નામે શૂન્ય છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકાર કે યુનિવર્સિટીઓ દ્વારા કોઈપણ માહિતી છુપાવવામાં ન આવે. આ તપાસથી ખાનગી યુનિવર્સિટીઓના ભંડોળ, ટ્રસ્ટીઓની કામગીરી અને જમીન ફાળવણીના કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
