<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

પાકિસ્તાનમાં સૌથી મોટો રાજકીય ધડાકો : બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો સનસનીખેજ દાવો – જેલમાં પૂર્વ PM ઇમરાન ખાનની હત્યા!

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી અને આસિમ મુનીરની કથિત 'સાઝિશ' હેઠળ જેલમાં ટોર્ચર બાદ ઇમરાન ખાનની હત્યા કરાઈ હોવાનો ટ્વીટ દ્વારા દાવો : અફઘાન મીડિયાના અહેવાલને સમર્થન, પરંતુ પાકિસ્તાન સરકાર મૌન તોડતી નથી : રહસ્ય ઘેરાયું!

ઇસ્લામાબાદ, તા. 26 નવેમ્બર : પાકિસ્તાનના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી હોવાનો મોટો દાવો બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયે ટ્વીટ દ્વારા કર્યો છે.
આ દાવા મુજબ, જેલમાં ટોર્ચર કર્યા બાદ ઇમરાન ખાનની હત્યા કરવામાં આવી છે. બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયે આ ઘટના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને આસિમ મુનીરની કથિત "સાઝિશ" હેઠળ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
સંકટ વકર્યું: મુલાકાત પર પ્રતિબંધ
આ અગાઉ અફઘાન મીડિયાએ પણ ઇમરાન ખાનની જેલમાં હત્યા થઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે પાકિસ્તાન સરકારે આ અહેવાલોને નકાર્યા હતા.
પરંતુ સ્થિતિ એ છે કે, હત્યાના દાવા છતાં ઇમરાન ખાનના પરિવાર અને પીટીઆઈ (PTI) ના સમર્થકોને હજુ પણ તેમને જેલમાં મળવાની મંજૂરી આપવામાં આવી નથી. આ પ્રતિબંધને કારણે અડિયાલા જેલની બહાર મધરાતે મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
વિપક્ષ અને સમર્થકોનો એક જ સવાલ છે કે: "જો ઇમરાન ખાન સુરક્ષિત છે, તો આટલું મોટું 'બ્લેકઆઉટ' અને મુલાકાત પર પ્રતિબંધ શા માટે?" આ દાવાઓએ પાકિસ્તાનના રાજકીય અને સુરક્ષા માળખામાં ગહન સંકટ ઊભું કર્યું છે.

 

(3:57 PM IST)