હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા સરદાર @ ૧૫૦ : યુનિટી માર્ચ દેશવાસીઓમાં અનેરો પ્રાણ પૂરશે
વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા "સ્ટેચ્યું ઑફ યુનિટી" ના પ્રોજેકટની મુલાકાતથી સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલ પ્રભાવિત

ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિ માન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦મી જયંતીની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણા આપી છે. "આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું." સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર @૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં કરમસદથી કેવડીયા સુધી યોજાનાર આ પદયાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કરમસદથી કરાવ્યો છે.
વડાપ્રધાનશ્રી દ્વારા વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યું ઑફ યુનિટીનુ કેવડીયા ખાતે નિર્માણ કરીને ત્યા વિવિધ પ્રોજેકટ દ્વારા કેવડીયા એકતાનગરનો એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે જેની સરદાર વલ્લભ ભાઈ પટેલ ના પૌત્ર શ્રી ગૌતમભાઈ પટેલે મુલાકાત લીધી હતી અને તેઓ ખૂબજ પ્રભાવિત થયા છે.
આ પ્રોજેકટ અંગે ગૌતમભાઈ પટેલે વડાપ્રધાનના દિશાનિદર્શન હેઠળ થયેલી કામગીરીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટની તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકોએ પ્રોજેકટ માટે ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી છે.
આ પ્રોજેક્ટ દ્વારા ગામડાંઓમાં નર્મદા નદીનું શુદ્ધ પાણી ધરે ધરે પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે જ વીજળીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આની સીધી અસર સ્થાનિક લોકોના જીવન પર જોવા મળી રહી છે. ઘરે ટીવી, પંખા તેમજ અન્ય વીજ ઉપ કરણો ચાલે છે, બાળકો સ્કૂલમાં નિયમિત જાય છે અને ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.
તેમણે કહ્યુ કે, સ્થાનિક મહિલા ગાઈડે ખૂબ જ સરસ રીતે આખા પ્રોજેક્ટની વિગતો સમજાવી હતી. આ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભ એ છે કે ગામના યુવાનોને હવે શિક્ષણ અને રોજગાર માટે ગામ છોડીને શહેરોમાં ભટકવું નહીં પડે. આ વિસ્તારમાં યુનિવર્સિટી સ્તરની શૈક્ષણિક સંસ્થા પણ શરૂ થવાની છે, જેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ગામમાં રહીને જ ઉચ્ચ શિક્ષણ અને નોકરીની તકો મળશે.
તેમણે ઉમેર્યું કે, “આટલા મોટા પાયા પર આવો વિકાસ પ્રોજેક્ટ ઊભો કરવો અને તેમાં પણ આટલા બધા લોકોને જોડવા એ ખરેખર પ્રશંસનીય કામ છે. ગામ લોકોના ચહેરા પર ખુશી જોવી એ સૌથી મોટી વાત છે. ખાસ કરીને યુવાનોને ગામમાં જ શિક્ષણ અને રોજગાર મળે એ વાત મને બહુ સારી લાગી.”
આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારના લોકોનું જીવન ધીરે ધીરે બદલાઈ રહ્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તાર વિકાસનું મોડેલ બની રહેશે તેવી આશા તેમણે વ્યકત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
