<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

આ વખતે ગેમ્સમાં દિલ્હી CWGનો રેકોર્ડ તૂટશે : ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ તૈયાર થશે

ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન અને અર્જુન એવોર્ડ વિજેતા પવન શહરાવતે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની મળવાને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી

નવી દિલ્હી : ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન અને અર્જુન એવોર્ડ વિજેતા પવન શહરાવતે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની મળવાને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમદાવાદમાં યોજાનારી આ ગેમ્સમાં દિલ્હી CWGનો રેકોર્ડ તૂટશે અને ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ તૈયાર થશે. શહરાવતે આશા વ્યક્ત કરી હતી કે CWG 2030માં કબડ્ડીને પણ સામેલ કરવામાં આવે. વધુમાં, તેમણે માંગ કરી હતી કે ભારતને ઓલિમ્પિકની યજમાની મળવી જોઈએ અને આ માટે અમદાવાદ, જયપુર અને દિલ્હીને શ્રેષ્ઠ સ્થળો ગણાવ્યા હતા.

(11:18 PM IST)