હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટનો મહત્વનો સુઝાવ: વિદેશી હોવાની શંકાએ બાંગ્લાદેશ પરત મોકલાયેલા લોકોને પાછા બેલાવી નાગરિકતા સાબિત કરવાની અને સુનાવણીની તક આપવી જોઈએ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે વિદેશી નાગરિકો અને હદપારીના મુદ્દે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સૂચન કર્યું છે કે જે લોકોને વિદેશી હોવાની શંકાના આધારે બાંગ્લાદેશ અથવા અન્ય દેશોમાં પરત મોકલવામાં આવ્યા છે, તેમને ભારત પરત લાવીને પોતાની નાગરિકતા સાબિત કરવાની અને સુનાવણીની યોગ્ય તક મળવી જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ સરકારને આડે હાથ લેતા ટકોર કરી હતી કે, માત્ર શંકાના આધારે કોઈને દેશનિકાલ કરી દેવા તે ન્યાયી પ્રક્રિયા નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપવામાં ન આવી હોય અને તેમને ઉતાવળે ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હોય, તો તેમને પરત લાવવાની વ્યવસ્થા થવી જોઈએ.
આ નિવેદન ખાસ કરીને આસામ અને સરહદી રાજ્યોમાં ગેરકાયદેસર ઘૂસણખોરોની ઓળખ અને એનઆરસી જેવી પ્રક્રિયાઓના સંદર્ભમાં ખૂબ જ સૂચક માનવામાં આવે છે. કોર્ટે માનવ અધિકારોના દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દાને ગંભીર ગણાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
