<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સરહદો ઓગળી પ્રેમ પાંગર્યો: હિમાચલની પર્વતારોહી અંજલિ અને રવાન્ડાના યવેસ કાજિયુકા લગ્નગ્રંથિથી જોડાયા

 

પ્રેમ કોઈ સરહદ કે ભાષાનું બંધન નથી રાખતું તેનું જીવંત ઉદાહરણ હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું છે. પ્રખ્યાત પર્વતારોહી અંજલિ શર્માએ આફ્રિકન દેશ રવાન્ડાના રહેવાસી યવેસ કાજિયુકા સાથે લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી છે. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને હવે તેઓ કાયમ માટે એકબીજાના થયા છે.

આ અનોખા લગ્ન હિમાચલ પ્રદેશની પરંપરાગત રીત-રિવાજો મુજબ સંપન્ન થયા હતા. અંજલિ, જે પોતાની ગદ્દી વેશભૂષા પહેરીને પર્વતો સર કરવા માટે જાણીતી છે, તેણે પોતાના લગ્નમાં પણ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. રવાન્ડાના યવેસ કાજિયુકાએ ભારતીય પરંપરાને અપનાવીને અંજલિ સાથે સાત ફેરા ફર્યા હતા. આ લગ્ન સમારોહમાં બંને પક્ષના પરિવારજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ આંતરરાષ્ટ્રીય જોડીના ફોટોગ્રાફ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

_________________________________________________________________

(9:36 AM IST)