<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

પાકિસ્તાનમાં ભારતીય શીખ મહિલાના લગ્ન પર વિવાદ વકર્યો: પૂર્વ ધારાસભ્ય કોર્ટ પહોંચ્યા, મહિલાને જાસૂસ ગણાવી ધરપકડની માંગ કરી

કોર્ટને વિનંતી કરી છે કે મહિલાના લગ્નને માન્યતા ન આપવામાં આવે અને તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અથવા તેને ભારત પરત મોકલી દેવામાં આવે

પાકિસ્તાનના એક પૂર્વ ધારાસભ્યએપાકિસ્તાન ગયેલી એક ભારતીય શીખ મહિલાના ત્યાંના સ્થાનિક વ્યક્તિ સાથેના લગ્નનો મામલો હવે કાયદાકીય ગૂંચમાં ફસાયો છે. 

મળતી વિગતો મુજબ, ભારતીય શીખ મહિલા વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી, જ્યાં તેણે ધર્મ પરિવર્તન કરી નિકાહ કર્યા હોવાના અહેવાલો છે. 

આ ઘટનાને પગલે પાકિસ્તાનના એક પૂર્વ ધારાસભ્યએ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે આ મહિલા ભારતીય જાસૂસ હોઈ શકે છે. તેમણે કોર્ટને વિનંતી કરી છે કે મહિલાના લગ્નને માન્યતા ન આપવામાં આવે અને તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અથવા તેને ભારત પરત મોકલી દેવામાં આવે. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ એક તણાવનો મુદ્દો ઉમેરાયો છે અને મહિલાની સુરક્ષાને લઈને પણ ચિંતાઓ ઊભી થઈ છે.

(9:37 AM IST)