<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

હરિયાણામાં દેશનો સૌથી મોંઘો VIP નંબર HR88B8888 વેચાયો ૧.૧૭ કરોડમાં

આ પહેલાં ગયા અઠવાડિયે HR22W2222 નંબર ૩૭.૯૧ લાખ રૂપિયામાં વેચાયો હતો

ચરખી દાદરી ટાઉન,તા.૨૭: હરિયાણામાં સ્‍ત્‍ભ્‍ નંબરપ્‍લેટના ઑનલાઇન ઑક્‍શનમાં ફરી એક વાર રેકોર્ડ તૂટ્‍યો હતો. ફેન્‍સી નંબર HR88B8888 માટે બોલી દરમ્‍યાન ૧.૧૭ કરોડ રૂપિયાનો આંકડો ટચ કરી લીધો હતો. હવે એ અત્‍યાર સુધીમાં દેશની સૌથી મોંઘી નંબરપ્‍લેટ માનવામાં આવે છે. આ નંબર હરિયાણાના ચરખી દાદરી ટાઉનનો છે. ઑનલાઇન બોલી લગાવવા માટે ૪૫૦૦ રૂપિયામાં રજિસ્‍ટ્રેશન કરવાનું હોય છે. આ નંબરપ્‍લેટ માટે ૪૫ લોકોએ અરજી કરી હતી અને એની બોલી માટે પાંચ દિવસનો સમય હોય છે. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્‍યા સુધી આ નંબર માટેની બોલી ૮૮ લાખ રૂપિયા પર હતી જે સાંજે પાંચ વાગ્‍યા સુધીમાં ૧.૧૭ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ પહેલાં ગયા અઠવાડિયે HR22W2222 નંબર ૩૭.૯૧ લાખ રૂપિયામાં વેચાયો હતો

(9:52 AM IST)