News of Thursday, 27th November 2025
લગ્ન મંડપમાં મોટી દુર્ઘટના થઈઃ સ્ટેજ પર વરરાજાને હાર્ટએટેક આવ્યો અને મોત થઈ ગયું, ખુશીઓ માતમમાં છવાઈ ગઈ
અચાનક થયેલી આ દુર્ઘટનાથી બંને પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

અમરાવતી તા.૨૭: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં લગ્ન દરમિયાન ખૂબ જ દર્દનાક ઘટના બની હતી. અહીં ૩૦ મિનિટમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. વરમાળાની રસમ પૂરી થયા બાદ તરત જ વરરાજાનું મોત થઈ ગયું. વરરાજાને સ્ટેજ પર હાર્ટ એટેક આવ્યો. આ હાર્ટ એટેક જીવલેણ બન્યો. ક્ષણવારમાં ખુશીઓથી ભરેલો માહોલ ગમમાં બદલાઈ ગયો. કહેવાય છે કે વરમાળા પર વર અને કન્યા સ્ટેજ પર હતા. વર-વધૂએ એકબીજાને વરમાળા પહેરાવી. વરમાળાની રસમ પૂરી થયા બાદ વરરાજાને ગભરામણ થવા લાગી અને તે સ્ટેજ પર જ ઢળી પડ્યો.
પરિવાર અને મહેમાનો તરત વરરાજાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધો. શરૂઆતી તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહ્યું અને અચાનક થયેલી આ દુર્ઘટનાથી બંને પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.
જાણકારી અનુસાર, અમરાવતી જિલ્લાના વરુડ તાલુકામાં પુસલા ગામના કોતવાલ અમોલ ગોડના લગ્ન માટે ૨૬ નવેમ્બરનો દિવસ નક્કી થયો હતો. અમોલે બપોરે લગ્ન કરી લીધા, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. સંબંધીઓએ વરરાજાને લગ્નની શુભકામનાઓ આપી. કોઈ નહોતું જાણતું કે લગ્નનો દિવસ જ તેનો અંતિમ દિવસ બની જશે. વરમાળાના સ્ટેજ પર જ આવેલા હાર્ટ એટેકના કારણે અમોલ ગોડનું મોત થઈ ગયું. આ ઘટનાથી ચારે તરફ માતમ છવાઈ ગયો. વર અને કન્યા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
હસતા ખેલતા હાર્ટ એટેક આવવાની ઘટના પહેલી વાર નથી, પહેલા પણ આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્ય પ્રદેશમાં લગ્ન સમારંભમાં નાચતા યુવતીનું મોત થઈ ગયું હતું. આ લગ્ન પિતરાઈ બહેનના હતા. હલ્દી સેરેમનીમાં નાચતા યુવતી ઢળી પડી હતી. લોકોએ પહેલા મામૂલી ઘટના સમજી અને ઉઠાવા ગયા તો યુવતીનું મોત થઈ ચૂક્યું હતું. તરત યુવતીને ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
