News of Thursday, 27th November 2025
મારા ભગવાન જતા રહયા : ધર્મેન્દ્રના અનોખા ચાહક : ઘરમાં સજાવી છે ૬૦૦૦ તસવીરો
તસ્વીરો તેમણે મહેનત, જુનૂન અને પ્રેમથી ભેગી કરી છે

જોધપુર, તા.૨૭: ધર્મેન્દ્રના નિધનથી આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પણ સૌથી મોટું દુખ તો વેઠી રહ્યા છે જોધપુરના ધર્મેન્દ્ર સિસોદિયા. નાનપણમાં નામ બદલાવી ચાહક બન્યા, ઘરની દીવાલ પર હજારો તસવીરો લગાવી. હી-મેનના જવાથી તેમની દુનિયા વિખેરાઈ ગઈ. તેઓ કહે છે કે મારા ભગવાન મંદિર છોડી ગયા, હવે જિંદગી ખાલી છે.
હિન્દી સિનેમાના સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધનના સમાચારે આખા દેશને શોકમાં ડૂબાડી દીધો. આ આઘાતની ઊંડી અસર પડી છે જોધપુરના નાગોરી બેરાના રહેવાસી ધર્મેન્દ્ર સિસોદિયા પર. તેમનું નામ પહેલા મનોહર હતું. જ્યારે તેઓ ૭મા ધોરણમાં ભણતા હતા, ત્યારે સુપરસ્ટાર ધર્મેન્દ્ર જોધપુર આવ્યા હતા. તેમને જોઈ મનોહરે પોતાનું નામ બદલી ધર્મેન્દ્ર સિસોદિયા રાખી લીધું.
સિસોદિયા ધર્મેન્દ્રના એટલા મોટા ચાહક છે કે તેમની પાસે ધર્મેન્દ્રના ૫-૬ હજારથી વધારે ફોટોનું કલેક્શન છે. આ તસવીરો તેમણે મહેનત, જુનૂન અને પ્રેમથી ભેગી કરી છે. તેઓ ગર્વથી કહે છે કે એવો કોઈ ફોટો નથી, જે મારી પાસે ન હોય. સોમવારે જ્યારે ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળ્યા, તો તેઓ પોતાના કલેક્શનને ખાલી ભીની આંખોએ જોતા રહ્યા.
આજે સિસોદિયાની આંખોમાં આંસૂ રોકાતા નથી. સિસોદિયા જણાવે છે કે, તેમના માટે ધર્મેન્દ્ર ખાલી એક અભિનેતા નહોતા, પણ જીવનની પ્રેરણા, ઊર્જા અને ભગવાન જેવા હતા. તેમણે મને જીવવાની રીત આપી. ધર્મેન્દ્રના નિધનથી તેઓ ભાંગી પડ્યા છે. તેમણે કહ્યું કે, મારી જિંદગીમાં એક ભગવાન હતા, જ્યારે ભગવાન મંદિરમાંથી બહાર જતા રહે છે, તો મંદિર ખાલી થઈ જાય છે. ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળતા જ સિસોદિયા ભાંગી પડ્યા.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
