<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ચાંદીમાં વધુ ૧૯૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ વધીને ૧,૬૬,૯૦૦ રૂા. થયા : સોનામાં ૩૦૦ રૂા. ઘટયા ૩ દિવસમાં ચાંદીમાં ૬,૦૦૦ રૂપીયા વધી ગયા

રાજકોટ, તા., ૨૭ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. આજે ચાંદીમાં વધુ ૧૯૦૦ રૂા.નો ઉછાળો થયો છે. જયારે સોનામાં નજીવો ભાવઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં આજે ચાંદીમાં વધુ ૧૯૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૬પ,૦૦૦ રૂા. હતા તે આજે વધીને બપોરે ૧,૬૬,૯૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૬ હજાર રૂપીયાનો તોતીંગ ભાવવધારો થઇ ગયો છે.

જો કે સોનાના ભાવમાં આજે નજીવો ઘટાડો જોવા મળ્‍યો હતો. સોનામાં ૩૦૦ રૂા. ઘટતા સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૩૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,ર૯,૭૦૦ રૂા. થયા છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં જીયો પોલીટીકલ  પરિસ્‍થિતિઓમાં દેખાતી હળવી શાંતિના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થઇ રહયાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:49 PM IST)