તા. ૩૧ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 27th November 2025
ગુરૂ વિવેક આપે, ગુરૂમાતા વાત્સલ્ય આપે છેઃ પૂ. મોરારીબાપુ
મુંબઇમાં ‘‘માનસ વંદે માતરમ'' શ્રીરામ કથાનો છઠ્ઠો દિવસઃ સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષારોપણના અભિયાન માટે અવિરત દાનનો પ્રવાહ

રાજકોટ તા. ર૭: પૂ. મોરારીબાપુના વ્યાસાસને મુંબઇમાં આયોજીત ‘‘માનસ વંદેમાતરમ'' શ્રીરામ કથાનો આજે છઠ્ઠો દિવસ છે દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ શ્રીરામ કથાનું રસપાન કરી રહ્યા છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે બુદ્ધપુરૂષ સાત પ્રકારનાં વિવેક આપે છે જેમાં ઔદાર્ય-ઉદારતા આપે.
મેરે જિંદગી કે માલિક મેરે દિલ પે હાથ રખ દો; તેરે આને કી ખુશી મેં કહીં મેરા દમ ન નિકલ જાયે!
સૌંદર્યઃ વૈચારિક સુંદરતા આપે. કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, શિવ શરીરથી પણ સુંદર છે.
માધુર્ય વિવેક-મીઠાશ આપે, બોલે તો બાની મેં શહદ ઘોલે! ગાંભીર્ય, ધૈર્ય, શૌર્ય, મૌન વિવેકનો સમાવેશ થાય છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું હતું કે, મારા માટે સબકુછ મારા દાદા છે અને દાદી પણ ગુરૂ છે. ગુરૂ વિવેક આપે, ગુરુમાતા વાત્સલ્ય આપે છે. ગુરૂ શાસ્ત્ર, સૂત્ર, મંત્ર ભણાવે છે પણ ગુરૂ પાસે કોઇ અપેક્ષા ન રાખો. ગુરુ સાગર છે સાગર પાસે શું મળે? ખારૂં પાણી, સાગર નવડાવે, ભીંજાવે, ધ્યાન કરાવે, મંથન કરવાથી રત્ન આપે એમાં વિષ પણ હોય, અમૃત પણ હોય, અમૃત પણ હોય, ઐરાવત હાથીને ઉચ્ચશ્રવા ઘોડો કે કામદુર્ગા ગાય કે ધન્વંતરિ પણ હોય!
નમ્રમુનિ મહારાજ સાહેબનાં પુસ્તકમાં કહ્યું દિશા આપે છે. દીક્ષા તો આપે જ પણ સુખની દિશા, શાંતિની દિશા અને સ્વની દિશા આપે. વધારામાં, શ્રાવણ, મનન, ઇન્દ્રીયોની દિશા, સ્પર્શ, દર્શન, વરણની દિશા આપે. વકતાની વાણીનાં પ્રભાવમાં ન જવું પણ એની આંખોમાં કેટલું પાણી છે એ જોવું. ગુરૂ ધર્મધુરંધર હોય, ગુરૂમાતા ધર્મધાત્રી હોય છે. ગુરૂ સમજાવે, ગુરૂમાતા સજાવે.
બીજી રાજમાતા, ત્રીજી દેવમાતા-આદિતી, જેનો અર્થ છે અદ્વૈત રાખે, ભેદ ન કરે. ચોથી દાનવોની માતા-દિતી જે દ્વૈત-ભેદભાવ કરવાનું શિખવે. પાંચમી કલાપી કહે એ ગ્રામ્યમાતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નિરાધાર, નિઃસંતાન, બિમાર, અશકત વૃદ્ધોને આજીવન નિઃશુલ્ક આશ્રય આપનાર અને વિશ્વનાં સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં જેની ગણતરી થાય છે, જેને ૧૦૮ કરોડનું માતબર દાન મળવાનું છે એ વિનૂભાઇ બચુભાઇ નાગ્રેચા ભવન-સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટની સહાયતા માટે તેમજ આખા ભારતને સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૧પ૧ કરોડ વૃક્ષો રોપીને દેખભાળ સાથે સંપૂર્ણ ભારતને ગ્રીન ભારત બનાવવાના હેતુથી આજે ઘાટકોપર ખાતે મોરારિબાપુ દ્વારા ૯૬૭મી રામકથાનો આરંભ આચાર્ય અત્રે મેદાન પંતનગર ઘાટકોપર (પૂર્વ)-મુંબઇથી થયો.
આ કથાનાં નિમિત્ત માત્ર મનોરથી ઘાટકોપર વિસ્તારના વિધાયક પરાગભાઇ કિશોરભાઇ શાહ પરિવાર છે. તેઓ તથા કિરીટભાઇ સોમૈયા, મનોજ કોટક, મિહિર કોટેચા, રમેશભાઇ સચદેવ, મિતલ ખેતાણી વગેરેની ટીમ કાર્યરત છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
