<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: ૭૭ ફૂટની બ્રોન્ઝ પ્રતિમાનું કાલે શુક્રવારે નરેન્દ્રભાઈના હસ્તે અનાવરણ

આ પ્રતિમા ભારતીય સંસ્કૃતિ અને કળાનો અનોખો નમૂનો છે અને તે પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગોવામાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી બ્રોન્ઝ (કાંસા) પ્રતિમા હોવાનો દાવો કરાયો છે.
ગોવા ખાતે ભગવાન રામની ૭૭ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના હસ્તે આ ભવ્ય સ્મારકનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રતિમા ભારતીય સંસ્કૃતિ અને કળાનો અનોખો નમૂનો છે અને તે પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


 

(11:58 PM IST)