હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
લોકસભા સ્પીકર ઓમ બિરલા મોદી કેબિનેટમાં જોડાઈ શકે છે: આગામી વિસ્તરણમાં ફેરફારના સંકેત: કેન્દ્ર સરકારમાં મોટા ફેરફારો થવાના એંધાણ
કેબિનેટ વિસ્તરણ અથવા તો ફેરબદલ દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા: રાજકીય સમીકરણોમાં નવો વળાંક લાવી શકે .

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આગામી સમયમાં કેબિનેટ વિસ્તરણની શક્યતાઓ છે.
કેન્દ્ર સરકારમાં મોટા ફેરફારો થવાના એંધાણ મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાના વર્તમાન સ્પીકર ઓમ બિરલાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. આગામી કેબિનેટ વિસ્તરણ અથવા તો ફેરબદલ દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે, જે રાજકીય સમીકરણોમાં નવો વળાંક લાવી શકે છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
