હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
ઇઝરાયેલ ભારતથી ૭,૦૦૦ યહૂદીઓને વસાવશે: ૨૦૨૬ સુધીમાં ૧,૨૦૦ લોકોનું સ્થળાંતર મંજૂર
વર્ષ ૨૦૩૦ સુધીમાં અન્ય ૫,૮૦૦ લોકોને પણ ત્યાં સ્થાયી કરવામાં આવશે

ઇઝરાયેલ સરકારે ભારતમાંથી 'બ્નેઈ મેનાશે' યહૂદી સમુદાયના લોકોને પોતાના દેશમાં લાવવા માટેની મોટી યોજનાને મંજૂરી આપી છે, જે અંતર્ગત આગામી વર્ષોમાં હજારો લોકો ઇઝરાયેલ જશે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, ઇઝરાયેલ સરકારે ભારતમાંથી ૧,૨૦૦ બ્નેઈ મેનાશે સમુદાયના સભ્યોને વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં ઇઝરાયેલ લાવવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૩૦ સુધીમાં અન્ય ૫,૮૦૦ લોકોને પણ ત્યાં સ્થાયી કરવામાં આવશે. આ સમુદાયના લોકો લાંબા સમયથી ઇઝરાયેલમાં વસવાટ માટેની રાહ જોઈ રહ્યા હતા.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
