હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
આસામમાં બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ: બીજા લગ્ન કરનારને ૭ વર્ષ અને વાત છુપાવનારને ૧૦ વર્ષની જેલ
આસામ સરકારે સામાજિક સુધારાની દિશામાં મોટું પગલું ભરતા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ ફરમાવ્યો

આસામ સરકારે બહુપત્નીત્વ (એકથી વધુ પત્નીઓ હોવી) પ્રથા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. આ કાયદાના ભંગ બદલ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આસામ સરકારે સામાજિક સુધારાની દિશામાં મોટું પગલું ભરતા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરીને બીજા લગ્ન કરશે તો તેને ૭ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પોતાના પહેલા લગ્નની વાત છુપાવીને બીજા લગ્ન કરશે તો તેને ૧૦ વર્ષ સુધીની કડક જેલની સજા ફટકારવામાં આવશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
