<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રેર-અર્થ મેગ્નેટ માટે સરકારની યોજના: ૧૫ દિવસમાં સ્કીમ જાહેર થશે, જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં બિડ મંગાવાશે

- કેન્દ્ર સરકાર આગામી ૧૫ દિવસમાં રેર-અર્થ મેગ્નેટના ઉત્પાદન માટેની સ્કીમનું નોટિફિકેશન બહાર પાડશે.

ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રીન એનર્જી માટે મહત્વના ગણાતા રેર-અર્થ મેગ્નેટનું ઉત્પાદન ભારતમાં વધારવા સરકાર ટૂંક સમયમાં નવી પ્રોત્સાહક યોજના જાહેર કરશે.
કેન્દ્ર સરકાર આગામી ૧૫ દિવસમાં રેર-અર્થ મેગ્નેટના ઉત્પાદન માટેની સ્કીમનું નોટિફિકેશન બહાર પાડશે. આ માટે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં રસ ધરાવતી કંપનીઓ પાસેથી બિડ મંગાવવામાં આવશે. આ યોજના માટે IREL, BARC અને CSIR ના સહયોગથી એક આંતર-મંત્રાલય જૂથ બનાવવામાં આવશે, જે બિડના માપદંડો નક્કી કરશે અને પ્રોજેક્ટ રિપોર્ટનું મૂલ્યાંકન કરશે.

(12:20 AM IST)