<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ભારતીય ટેકીઝનો નવો ટ્રેન્ડ: એચ-વનબી વિઝા છોડી સીધા 'ગ્રીન કાર્ડ' તરફ દોટ

પેટન્ટ હોલ્ડર્સ સુધીના ભારતીયો આ ફાસ્ટ-ટ્રેક રસ્તા પર આગળ વધી રહ્યા છે અને તેમાં મોટી સફળતા મેળવી રહ્યા છે.

અમેરિકામાં નોકરી કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ હવે એચ-વનબી (H-1B) વિઝાની ઝંઝટમાંથી મુક્ત થઈ રહ્યા છે અને સીધા જ EB-1A વિઝા મેળવવા તરફ વળ્યા છે.
અમેરિકામાં વિઝાના લાંબા વેઈટિંગ અને લોટરી સિસ્ટમથી કંટાળીને ભારતીય ટેલેન્ટ હવે "એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી" કેટેગરીના EB-1A વિઝા પસંદ કરી રહ્યા છે. આ વિઝા માટે કોઈ એમ્પ્લોયર, લોટરી કે લાંબા બેકલોગની જરૂર નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નિષ્ણાતોથી લઈને પેટન્ટ હોલ્ડર્સ સુધીના ભારતીયો આ ફાસ્ટ-ટ્રેક રસ્તા પર આગળ વધી રહ્યા છે અને તેમાં મોટી સફળતા મેળવી રહ્યા છે.

(12:23 AM IST)