<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અદાણી ડિફેન્સની મોટી છલાંગ: ૮૨૦ કરોડમાં ફ્લાઈટ ટ્રેનિંગ સંસ્થા ખરીદી, પાયલોટ ટ્રેનિંગ ક્ષમતા વધશે

ભારતમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાયલોટ તૈયાર કરવામાં મદદ મળશે અને વિદેશ પરની નિર્ભરતા ઘટશે.

અદાણી ડિફેન્સે એવિએશન ક્ષેત્રે પોતાની પકડ મજબૂત કરી છે. કંપનીએ ભારતીય પાયલોટ ટ્રેનિંગ સંસ્થા એફએસટીસી ને ૮૨૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.
ભારતની સૌથી મોટી સ્વતંત્ર પાયલોટ ફ્લાઈટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન ગણાતી એફએસટીસી હવે અદાણી ડિફેન્સનો હિસ્સો બની છે. આ સોદો ૮૨૦ કરોડ રૂપિયામાં થયો છે. આ અધિગ્રહણ સાથે અદાણી જૂથ હવે પાયલોટ ટ્રેનિંગ ક્ષમતામાં મોટો વધારો કરશે, જેનાથી ભારતમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાયલોટ તૈયાર કરવામાં મદદ મળશે અને વિદેશ પરની નિર્ભરતા ઘટશે.

(12:26 AM IST)