હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
ચેન્નાઈની કંપની કાસાગ્રાન્ડની દિવાળી ભેટ: ૧,૦૦૦ કર્મચારીઓને લંડનની ફ્રી ટ્રીપ આપી
આ પ્રવાસનો તમામ ખર્ચ કંપની ભોગવશે. કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ

ચેન્નાઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની કાસાગ્રાન્ડે પોતાના કર્મચારીઓને ખુશ કરી દીધા છે. કંપનીએ ૧,૦૦૦ કર્મચારીઓને એક સપ્તાહની પેઈડ હોલિડે માટે લંડન મોકલવાનો નિર્ણય કર્યો છે.
કોર્પોરેટ જગતમાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અવનવી ભેટ અપાતી હોય છે, પરંતુ ચેન્નાઈની કાસાગ્રાન્ડ કંપનીએ રેકોર્ડ બ્રેક ઓફર આપી છે. કંપનીએ તેના ૧,૦૦૦ જેટલા કર્મચારીઓને 'પ્રોફિટ શેરિંગ' પ્રોગ્રામ હેઠળ એક અઠવાડિયા માટે લંડન ફરવા મોકલ્યા છે. આ પ્રવાસનો તમામ ખર્ચ કંપની ભોગવશે. કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
