હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
સાયપ્રસના નેતાએ પીએમ મોદીને ગણાવ્યા 'આધ્યાત્મિક નેતા', ભારત-યુરોપ સંબંધો મજબૂત કરવા આહ્વાન
તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સેતુ વધુ મજબૂત બનાવવાની જરૂર છે

સાયપ્રસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના પ્રમુખ એનિતા ડેમેટ્રીયોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરી છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની હિમાયત કરી છે.
એનિતા ડેમેટ્રીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર રાજકીય નેતા નહીં પરંતુ એક 'આધ્યાત્મિક નેતા' તરીકે ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સેતુ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે ભારતના વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપવાના પ્રયાસોની સરાહના કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
