હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે નવો પ્લાન: કાર પહેલાં ચાર્જિંગ નેટવર્કનું જાળું બિછાવશે: કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે પોતાનું અદ્યતન 'સુપરચાર્જર નેટવર્ક' ઊભું કરવાની તૈયારીમાં ઈલોન મસ્કની કંપની ટેસ્લા ભારતીય બજારમાં પગપેસારો કરવા માટે નવી રણનીતિ અપનાવી રહી છે.
કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે પોતાનું અદ્યતન 'સુપરચાર્જર નેટવર્ક' ઊભું કરવાની તૈયારી કરી રહી છે.

નવી દિલ્હી :વિશ્વની દિગ્ગજ ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં આવવા માટે થનગની રહી છે. જોકે, કાર લોન્ચ કરતા પહેલા કંપની ભારતમાં સૌથી મોટી સમસ્યા ગણાતા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટેસ્લાનો ઉદ્દેશ્ય ભારતમાં એક મજબૂત અને ઝડપી ચાર્જિંગ નેટવર્ક ઊભું કરવાનો છે, જેથી ગ્રાહકોમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રત્યેનો વિશ્વાસ વધે અને 'રેન્જ એન્ઝાઈટી' દૂર થાય. આ ચાર્જિંગ નેટવર્ક માત્ર ટેસ્લા માટે જ નહીં પણ ભારતના સમગ્ર ઈવી ઈકોસિસ્ટમ માટે બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે ચાર્જિંગ સ્ટેશનોનું આયોજન એ ટેસ્લાના ભારતમાં આગમનનો જ એક ભાગ છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
